
- એક લાખના શેરનો ભાવ થયો 57 લાખ
- નસીબ ચમકે તો શું ન થાય?
- શેર માર્કેટથી બદલાયું નસીબ
મુંબઈ: શેરમાર્કેટ દેશના અનેક લોકો રૂપિયાનું રોકાણ કરતા હોય છે. જેવું રોકાણ તેવું રિટર્ન, આ વાત તો શેર માર્કેટમાં રૂપિયા રોકનારો દરેક વ્યક્તિ કહેતો હોય છે પણ જ્યારે એક લાખ રૂપિયાના શેરની કિંમત 57 લાખ થઈ જાય ત્યારે કેટલું રિટર્ન મળ્યું કહેવાય. આવુ તો ભાગ્ય જ થાય અને કોઈ આ પ્રકારની ગણતરી મોટા ભાગે તો કરે જ નહી.
આદિત્ય વિઝન સ્ટોક બીએસઈ એસએમઈ (BSE SME) લિસ્ટેડ સ્ટોક છે, જે ડિસેમ્બર 2016માં લિસ્ટ થયો હતો. આજે બિહાર સ્થિત આ રિટેલર સ્ટોકની કિંમત 5 ટકા ઓછી થઈ ગઈ હતી, પરંતુ છેલ્લા 5 બિઝનેસ સેશનમાં તે રૂ. 1286.90થી વધીને રૂ. 1415.20 સુધી પહોંચી ગયો છે. છેલ્લા એક મહિનામાં આદિત્ય વિઝનના શેરની કિંમત રૂ. 607.20થી વધીને રૂ. 1415.20 થઈ ગઈ છે. આ શેરની કિંમતમાં 133 ટકાથી અધિકનો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં આ SME લિસ્ટેડ સ્ટોકનો ઈતિહાસ જોવામાં આવે તો તે રૂ. 81.45થી વધીને પ્રતિ શેરની કિંમત રૂ. 1415.20 થઈ ગઈ છે. આ શેરધારકોને 1637 ટકા રિટર્ન મળ્યું છે.
ગયા એક વર્ષમાં આ બીએસઈ એસએમઈ લિસ્ટેડ સ્ટોક રૂ. 24.70થી વધીને રૂ. 1415.20 પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગયો છે. આ હિસાબે શેરધારકોને 5630 ટકા રિટર્ન મળ્યું છે. જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા રૂ. 1લાખ રોકાણ કર્યું હોય અને આજ સુધી તેમાં રોકાણ કરી રાખ્યું હોય તો રૂ. 1 લાખના રૂ. 57.30 લાખ થઈ ગયા હશે. આ સમયગાળામાં સ્ટોકે 5630 ટકા રિટર્ન આપ્યું છે.
કોઈ રોકાણકારે પાંચ દિવસ પહેલા આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હતું અને અત્યાર સુધી આ સ્ટોકમાં રોકાણ કરી રાખ્યું છે તો રૂ. 1 લાખના અત્યારે રૂ. 1.10 લાખ થઈ ગયા હશે. જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા બીએસઈ એસએમઈ કાઉન્ટરમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હશે, તો રૂ.1 લાખના રૂ. 2.33 લાખ થઈ ગયા હશે. જો 6 મહિના પહેલા આદિત્ય વિઝનના શેરમાં પૈસા રોક્યા હશે, તો રૂ. 1 લાખના 17.37 લાખ થઈ ગયા હશે.