1. Home
  2. ગુજરાતી
  3. સંભવિત ત્રીજા કાર્યકાળમાં નરેન્દ્ર મોદી સરકાર કયા મોટા નિર્ણયો લઇ શકે છે, શું કહ્યું પ્રશાંત કિશોરે ?
સંભવિત ત્રીજા કાર્યકાળમાં નરેન્દ્ર મોદી સરકાર કયા મોટા નિર્ણયો લઇ શકે છે, શું કહ્યું પ્રશાંત કિશોરે ?

સંભવિત ત્રીજા કાર્યકાળમાં નરેન્દ્ર મોદી સરકાર કયા મોટા નિર્ણયો લઇ શકે છે, શું કહ્યું પ્રશાંત કિશોરે ?

0
Social Share

એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોર કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવી શકાય છે. રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા પર અંકુશ આવી શકે તેમ છે. આ સાથે પ્રશાંત કિશોરે મોદી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી નીતિમાં માળખાકીય અને ઓપરેશનલ ફેરફારોની આગાહી કરી..

પ્રશાંત કિશોરે એવી પણ આગાહી કરી હતી કે, કેન્દ્ર રાજ્યોને સંસાધનોના વિતરણમાં વિલંબ કરી શકે છે. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (FRBM)ના નિયમો વધુ કડક બનાવી શકાય છે. 2003માં ઘડવામાં આવેલ FRBM કાયદો રાજ્યોની વાર્ષિક બજેટ ખાધ પર મર્યાદા લાદે છે. કેન્દ્ર સંસાધનોના સ્થાનાંતરણમાં વિલંબ કરી શકે છે અને રાજ્યોના બજેટ સિવાયના ઋણને કડક કરવામાં આવી શકે છે.

પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, રાજ્યો પાસે હાલમાં આવકના ત્રણ મુખ્ય સ્ત્રોત છે – પેટ્રોલિયમ, દારૂ અને જમીન. તેમણે કહ્યું કે, જો પેટ્રોલિયમને GSTના દાયરામાં લાવવામાં આવે તો મને આશ્ચર્ય થશે નહીં.. પેટ્રોલિયમ ઉત્પાદનોને GST હેઠળ લાવવાની ઉદ્યોગની લાંબા સમયથી માંગ છે. દેશના રાજ્યો આ માંગનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેનાથી રાજ્યોને રેવન્યુનું મોટું નુકસાન થશે. ઉદાહરણ તરીકે જો પેટ્રોલને GSTના દાયરામાં લાવવામાં આવે છે તો તેનાથી રાજ્યોને કર નુકસાન થશે અને રાજ્યોએ તેમનો હિસ્સો મેળવવા માટે કેન્દ્ર પર વધુ નિર્ભર રહેવું પડશે. હાલમાં GST હેઠળ સૌથી વધુ ટેક્સ સ્લેબ 28% છે. પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણ પર 100% થી વધુ ટેક્સ લાગે છે.

રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે કહ્યું, મને લાગે છે કે મોદી 3.0 સરકાર ધમાકેદાર શરૂઆત કરશે. કેન્દ્રમાં સત્તા અને સંસાધન બંનેનું વધુ એકાગ્રતા હશે. રાજ્યોની નાણાકીય સ્વાયત્તતાને ઘટાડવાનો પ્રયાસ પણ થઈ શકે છે. 2014માં ભાજપ અને PM મોદી માટે ચૂંટણી પ્રચારનું સંચાલન કરનાર પ્રશાંત કિશોરે કહ્યું કે, વડાપ્રધાન સામે કોઈ મોટો રોષ નથી અને ભાજપ લગભગ 303 બેઠકો જીતશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code