
વોટ્સએપ લાવી રહ્યું છે લાસ્ટ સીન સાથે જોડાયેલું નવું ફીચર
- વોટ્સએપમાં આવ્યું નવું ફીચર
- લાસ્ટ સીન સાથે જોડાયેલું છે ફીચર
- જાણો કેવી રીતે કરે છે આ ફીચર કામ
વોટ્સએપ દ્વારા હંમેશા એપ્લિકેશનમાં કઈને કઈ બદલાવ કરવામાં આવતા રહેતા હોય છે, પણ હવે વોટ્સએપ દ્વારા નવુ ફીચર લાવવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર વોટ્સએપ તેના યુઝર્સને ચોક્કસ કોન્ટેક્ટ્સથી ‘લાસ્ટ સીન’ (Last Seen) છુપાવવાનો વિકલ્પ આપશે. હાલમાં, એપ્લિકેશન વપરાશકર્તાઓને ત્રણ વિકલ્પો મળે છે, જેમાં Last Seenને દરેકને (Everyone), માત્ર ફોન કોન્ટેક (My Contact)કે પછી કોઈને નહીં (Nobody) છે.
Last Seen’આપને જણાવે છે કે વપરાશકર્તાએ છેલ્લે ક્યારે તેની એપ ચેક કરી હતી એટલે કે તે વ્યક્તિ ક્યારે ઓનલાઈન હતી. આનાથી સંદેશ મોકલનાર અંદાજ લગાવી શકે છે શું તમે કોઈ મેસેજ જોયો હશે, ભલે જ ‘Read Receipt’ બંધ હોય. WABetaInfo અનુસાર, Android અને iOS માટે લેટસ્ટ બીટામાં, WhatsApp હવે તમને તમારા ‘Last Seen’ છુપાવાની મંજૂરી આપશે, જેને તમે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાંથી પસંદ કર્યા હશે.
આ સિવાય વ્હોટ્સએપ યુઝર્સ માટે ટૂંક સમયમાં 5 નવા ફીચર્સ લાવવા માટે તૈયાર છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ ફીચર કોમ્યુનિટીઝ છે, જે લોકોને મોટા સમુદાય સાથે કનેક્ટ કરવાની મંજૂરી આપશે. આ સિવાય Meta ની માલિકીની આ મેસેજિંગ એપ 4 વધુ ફીચર્સ લોન્ચ કરવાની છે.