
- ‘વોટ્સએપ પેમેન્ટ’ ફિચરમાં થયા સુધારા
- હવે પેમેન્ટમાં કરવાની રીત બદલાશે
- યુઝર્સને થશે ફાયદો
મુંબઈ: ડીજીટલ રીતે રૂપિયાની આપ-લે કરવા માટે લોકો દ્વારા એમ પણ અનેક પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ થાય છે. આવામાં કોણ સારી અને કેટલી સરળ સુવિધા આપે છે તે માટેની હરીફાઈ લાગી હોય છે. ત્યારે વોટ્સઅપ પણ આ રેસમાં પાછળ પડે તેમ નથી. લોકો વોટ્સએપથી તેમના રૂપિયાની આપ-લે કરે તે માટે વોટ્સએપ દ્વારા ‘વોટ્સએપ પેમેન્ટ’ની સુવિધા શરૂ કરવામાં આવી.
હવે વોટ્સએપએ એમા સુધારા-વધારા કરીને પોતાની પેમેન્ટની સિસ્ટમને વધારે રોમાંચક બનાવી છે જેથી કરીને વધુમાં વધુ લોકો વોટ્સએપથી રૂપિયાની આપ-લે કરતા થાય. વોટ્સએપના નવા ફીચર પ્રમાણે યુઝર્સ વોટ્સએપ દ્વારા બનાવેલ વિવિધ આર્ટફુલ એક્સપ્રેશન્સનો ઉપયોગ કરી શકશે. આમાં, તમને જન્મદિવસ, રજા અથવા ભેટ અને મુસાફરી માટે ચૂકવણી વિશે પહેલેથી જ આર્ટફુલ એક્સપ્રેશન્સ મળશે.
વોટ્સએપ પેમેન્ટરમાં કરવામાં આવેલા સુધારા અંગે કંપનીએ જણાવ્યું કે આ ફીચર અપડેટનો મુખ્ય હેતુ મિત્રો અથવા પરિવારને પૈસા મોકલતી વખતે એક્સપ્રેશન એલિમેન્ટ ઉમેરીને સેન્ડર અને રિસીવરને પર્સનલાઈજ્ડ એક્સપ્રેશન આપવાનો છે. દેશના તમામ યુઝર્સ માટે WhatsApp પેમેન્ટ લાઈવ થઈ ગયું છે, જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની ભાગીદારીમાં ડેવલપ કરવામાં આવ્યું છે. તે 227 બેન્કો સાથે રીઅલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ ઓફર કરે છે.
જો કે વોટ્સએપ ફોટોને લઈને પણ કેટલા બદલાવ કરવામાં આવ્યા હતા તેમાં એવું હતું કે ‘View Once’ ફીચર કે જે સ્નેપચેટથી પ્રેરિત છે અને આ મોડમાં મોકલવામાં આવેલા ફોટોસ અને વીડિયો માત્ર એક જ વાર જોઈ શકાય છે. એકવાર જોયા પછી ફોટો અને વીડિયો આપમેળે અદૃશ્ય થઈ જાય છે અને યુઝર્સ તેને ફરીથી જોઈ શકતા નથી. જો કે ફોટો અથવા વીડિયો મેળવનાર વ્યક્તિ સ્ક્રીનશોટ લઈ શકે છે કારણ કે કંપનીએ તેના પર પ્રતિબંધ મૂક્યો નથી.