
- 4 બેંકો પર મળશે વોટસએપ પે ની સર્વિસ
- 2 કરોડ યુઝર્સને થશે લાભ
- કંપની હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની કરશે ઓફર
અમદાવાદ: વોટસએપ પે એ બુધવારે જાહેરાત કરી છે કે, તે હવે ભારતમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,એચડીએફસી બેંક,આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક સાથે મળીને ભારતમાં તેના 2 કરોડ યુઝર્સ માટે લાઇવ છે. બે વર્ષની રાહ જોયા પછી ફેસબુકની માલિકીની વોટસએપ પેમેન્ટ સર્વિસને 160 થી વધુ સપોર્ટેડ બેંકો સાથે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ પર લાઇવ રહેવા માટે નવેમ્બરમાં ભારતની નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાથી મંજૂરી મળી.
વોટસએપ, ઇન્ડિયાના પ્રમુખ અભિજિત બોસ ફેસબુક ‘ફ્યુઅલ ફોર ઈન્ડિયા’ વર્ચ્યુઅલ ઇવેન્ટ દરમિયાન જણાવ્યું હતું કે,’યુપીઆઈ એક પરિવર્તનશીલ સેવા છે. અને અમારી પાસે સંયુક્તપણે આપણા ડિજિટલ અર્થતંત્ર અને નાણાકીય સમાવેશના ફાયદાઓને મોટી સંખ્યામાં યુઝર્સ સુધી પહોંચાડવાની તક છે. જે પહેલાં સંપૂર્ણ રીતે સુલભ ન હતી. “પીયર-ટુ-પીયર પેમેન્ટ સર્વિસ હવે વોટસએપના 10 ભારતીય પ્રાદેશિક ભાષા સંસ્કરણોમાં ઉપલબ્ધ છે.
વોટસએપ તેના યુપીઆઈ યુઝર બેઝને ક્રમિક રીતે વિસ્તૃત કરી શકે છે, જે મહત્તમ રજિસ્ટર્ડ 2 કરોડ યુઝર્સ બેઝથી શરૂ થશે.
આઈસીઆઈસીઆઈ બેંકના ડિજિટલ ચેનલ-ભાગીદારીના હેડ બિજિત સરકારે જણાવ્યું હતું કે, અમે એપ્રિલમાં વોટસએપ પર બેંકિંગ સેવાઓ શરૂ કરી હતી. આ ટૂંકા ગાળામાં 20 લાખથી વધુ યુઝર્સએ વોટસએપ પર બેંકિંગ સેવાઓ અપનાવી છે. હવે વોટસએપ પેમેન્ટ સાથે દેશભરના લોકોની પાસે જરૂરી આર્થિક સેવાઓ સરળતાથી સ્કેલ કરવાની અનોખી તક છે.
આ સાથે વોટસએપ એ બુધવારે કહ્યું કે, તે તેના યુઝર્સને ભારતમાં નાણાકીય સેવાઓનો વ્યાપક પ્રવેશ પૂરો પાડવા માટે આ વર્ષના અંત સુધીમાં તેના પ્લેટફોર્મ પરથી “પરવડે તેવા સ્કેચ-સાઇઝ” આરોગ્ય વીમો ખરીદવાની ઓફર કરશે. સ્કેચ સાઇઝની વીમા યોજનાઓ વિશેષ જરૂરિયાતો આધારિત વીમો આપે છે, જેમાં પ્રીમિયમ અને વીમા કવર બંને ઓછા છે.
એક નિવેદનમાં વોટસએપએ જણાવ્યું કે, આ વર્ષના અંત સુધીમાં એસબીઆઈ જનરલનું યોગ્યદર આરોગ્ય વીમો વોટસએપ દ્વારા ખરીદી શકાય છે.
-દેવાંશી