
જર્મનીમાં કોરોનાને લઈને WHOની ચેતવણીઃ આવનારા મહિનાઓમાં 7 લાખ લોકોના કોરોનાથી થઈ શકે છે મોત
- WHOની જર્મનીમાં કોરોનાને લઈને ચેતવણી
- જર્મનીમાં કોરોનાથી આવનારા મહિનાઓમાં 7 લાખ લોકોના થઈ શકે છે મોત
દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં ફરીએક વખત કોરોનાનું જોખમ વર્તાઈ રહ્યું છે,ઘણા દેશોમાં કોરોનાના વધતા કેસોએ સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચિંતા વધારી દીધી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ મંગળવારે કહ્યું કે યુરોપમાં કોરોનાની “મજબૂત પકડ” હજુ પણ યથાવત છે. અને શિયાળા સુધીમાં અહીં મૃત્યુઆંક 22 લાખથી વધુ થઈ શકે છે.
યુરોપમાં જર્મની હાલ ગંભીર કોરોનાની સ્થિતિમાંથી પસાર થી રહ્યું બોવાના એહવાલ મળી રહ્.ા છે. આ મામલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે કે આવતા મહિનાઓમાં લગભગ 7 લાખથી વધુ લોકો લોકો મૃત્યુ પામી શકે છે, કારણ કે સમગ્ર યુરોપમાં કેસ વધી રહ્યા છે અને કેટલાક દેશોને કડક નિયંત્રણો લાદવા માટે પ્રેરિત કર્યા છે.
WHO એ અનુમાન લગાવ્યું છે કે અત્યારે અને માર્ચની 1 તારીખ વર્ષ 2022 ની વચ્ચે, 53 માંથી 49 દેશો સઘન સંભાળ એકમો માં “ઉચ્ચ અથવા ભારે તણાવ” જોવા મળી શકે છે. આ સિવાય કુલ મૃત્યુઆંક પણ 22 લાખ સુધી પહોંચી શકે છે. હાલમાં, કોરોનાથી મૃત્યુઆંક 15 લાખથી ઉપર છે.
આ મામલે ડબ્લ્યુએચઓના ડેટા અનુસાર, ગયા અઠવાડિયે કોરોનાના કારણે મૃત્યુ વધીને લગભગ 4 હજાર 200 પ્રતિદિન થઈ ગયા, જે સપ્ટેમ્બરના અંતમાં એક દિવસમાં 2 હજાર 100 મૃત્યુ નોંધાયા હતા અને હવે આ આંકડો બમણો થઈ ગયો છે. જર્મનીમાં રસી આપવામાં આવેલ લોકો પણ વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે.
એક નિવેદનમાં, WHO યુરોપના પ્રાદેશિક નિર્દેશક, હંસ ક્લૂઝ એ કહ્યુ હતું કે “યુરોપ અને મધ્ય એશિયામાં કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. અમે આગળ પડકારજનક શિયાળાનો સામનો કરી રહ્યા છીએ”તેમણે “રસી પ્લસ” અભિગમ માટે હાકલ કરી, જેમાં રસીકરણ, સામાજિક અંતર, ચહેરાના માસ્કનો ઉપયોગ અને હાથ ધોવાનો સમાવેશ થાય છે. જર્મનીના આરોગ્ય મંત્રીએ મંગળવારે કોરોનાવાયરસના કેસોમાં વધારાને રોકવા માટે વધુ નિયંત્રણોની હાકલ કરી કારણ કે દેશમાં સંક્રમણ દર રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે અને યુએસએ પણ જર્મનીની મુસાફરી સામે સલાહ આપી છે.
આરોગ્ય મંત્રી જેન્સ સ્પાહને જર્મનીને ચોથી લહેરને રોકવા માટે જાહેર સ્થળો પર પ્રતિબંધ મૂકવા હાકલ કરી હતી, આરોગ્ય “જર્મનીના કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ હવે માત્ર ગંભીર નથી, પરંતુ તે ખતરનાક બની ગઈ છે.