
- શ્રીલંકામાં હવે પેટ્રોલ-ડીઝલ પુરુ થવાની તૈયારીમાં
- અનેક દેશઓએ મોકલેલી મદદ પણ ઓછી પડી રહી છે
દિલ્હી-હાલ શ્રીલંકા આર્થિક સંકટ વચ્ચે જઝુમી રહ્યું છે, અહીની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે,હવે સ્થિતિ એટલી હદે બગડી રહી છે કે અનેક દેશોની મદદ લેવા શ્રીલંકા મજબૂર બન્યું છે.આ સાથે જ આ મહિનાન અંત સુધી હવે ઈંધણ પુરુ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.આ સાથે જ જે ભારત તરફથી શ્રીલંકાને મદદ મોકલવામાં આવી હતી તે પણ ખૂટી રહી છે. ઉલલેખનીય છે કે ભારતે 500 મિલિયન ડોલરની ક્રેડીટ પણ પુરી થવાના આરે છે.
શ્રીલંકામાં, ડીઝલનો મોટાભાગનો ઉપયોગ જાહેર પરિવહન અને વીજળી ઉત્પાદન માટે થાય છે. દેશમાં ડીઝલની અછતને કારણે, કેટલાક થર્મલ પાવર પ્લાન્ટ પહેલાથી જ બંધ છે, જેના કારણે દરરોજ લગભગ 10 કલાક પાવર કટ રહે છે. અહીં, દેશની એકમાત્ર રિફાઇનરી નવેમ્બર 2021 માં આયાત માટે ચૂકવણી ન થવાને કારણે બે વાર બંધ થઈ છે.હાલ વિજળી સંકટનો લોકો સામનો કરી રહ્યા છે
ભારતે ફેબ્રુઆરીમાં શ્રીલંકાને ઈંધણની ખરીદી માટે 500 મિલિયનની ક્રેડિટ લાઈન આપી હતી. શ્રીલંકા વર્ષ 1948માં બ્રિટનથી સ્વતંત્ર થયા બાદ સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ગેસ, ખાદ્યપદાર્થો અને જીવનજરૂરી ચીજવસ્તુઓના અભાવે નાગરિકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.હાલ પણ શ્રીલંકમાં ઉગ્ર વિરોધ થી રહ્યો છે લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.અહીં આર્થિક સંકટ વધતુ જઈ રહ્યું છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે સ્થિતિને જોતા શ્રીલંકામાં ઇંધણ શિપમેન્ટ 1 એપ્રિલના બદલે માર્ચના અંતમાં આવવાનું શરૂ થયું હતું. આ ઉપરાંત, 15, 18 અને 23 એપ્રિલના રોજ ત્રણ વધુ ભારતીય શિપમેન્ટ બાકી છે અને જો ત્યાં સુધીમાં શ્રીલંકાની સરકાર મદદની મુદત નહીં લંબાવે તો ઈંધણ સંપૂર્ણપણે ખપુરી થઈ શકે છે અને કટોકટી વધી શકે છે.ઉલ્લેખનીય છે કેસરકારની નિષ્ફળતાથી નારાજ નાગરિકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે