1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે ફુલોના ભાવમાં વધારો, ગુલાબના ભાવ પ્રતિ કિલો 400એ પહોંચ્યા
શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે ફુલોના ભાવમાં વધારો, ગુલાબના ભાવ પ્રતિ કિલો 400એ પહોંચ્યા

શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે ફુલોના ભાવમાં વધારો, ગુલાબના ભાવ પ્રતિ કિલો 400એ પહોંચ્યા

0
Social Share

અમદાવાદઃ શ્રાવણ મહિનમાં પૂજા-અર્ચનાનું વિશેષ મહાત્મ્ય છે.અને મંદિરોમાં બિલીપત્રો અને ફુલો સાથે મહાદેવજીની પૂજા કરવામાં આવતી હોય છે, ત્યારે આજે સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થતાં જ જમાલપુરના ફુલ બજારમાં ફુલોના ભાવ આસમાને પહોંચ્યા છે. સમાન્ય દિવસોમાં જે ફૂલનો ભાવ 40થી 50 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા હતા, તેના ભાવ હાલ રૂપિયા 300થી 400 પ્રતિ કિલોએ પહોંચ્યો છે. જેમાં ગલગોટા જે 30થી 40 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા તે અત્યારે 100થી 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તેમજ કેસરી ગલગોટાનો ભાવ 40થી 50 રૂપિયા પ્રતિ કિલો હતો તે હાલ 150થી 200 રૂપિયા પહોંચ્યો છે.

પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થતાં જ શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા હતા. શ્રાવણ મહિના દરમિયાન  ભગવાન શિવજીની આરાધનાનું વિશેષ મહાત્મ્ય છે. આ મહિનામાં લોકો વહેલી સવારથી શિવાલય પહોંચી જાય છે અને દેવોના દેવ મહાદેવની પૂજા-આર્ચના કરી તેમને રીઝવવાના પ્રયાસો કરે છે. ત્યારે આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે. સમાન્ય દિવસોમાં જે ફૂલનો ભાવ 40થી 50 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા હતા તેના ભાવ હાલ રૂપિયા 300થી 400 પ્રતિ કિલોએ પહોંચ્યો છે.

અમદાવાદ શહેરના જમાલપુર ખાતે આવેલા સૌથી મોટા હોલસેલ ફૂલ બજારમાં શ્રાવણ મહિના પૂર્વે જ ફૂલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 40થી 50 કે 100 રૂપિયા કિલો મળતા ગુલાબના ફૂલ હાલ 300થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. આ ઉપરાંત ગલગોટા જે 30થી 40 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા તે અત્યારે 100થી 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તેમજ કેસરી ગલગોટાનો ભાવ 40થી 50 રૂપિયા પ્રતિ કિલો હતો તે હાલ 150થી 200 રૂપિયા પહોંચ્યો છે. તેમજ સુશોભનમાં અને પૂજાના હારમાં વપરાતા ફૂલ 80થી 100 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા તે હાલ 250થી 300 રૂપિયા કિલો મળી રહ્યા છે. અને લીલીના ફૂલ 500 રૂપિયા કિલો મળી રહ્યા છે. શ્રાવણ મહિનામાં ખાસ કરીને શિવજીને કમળના ફૂલ ચડાવવાનું મહત્વ રહેલું છે ત્યારે આ વખતે કમળના ફૂલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. 10 રૂપિયામાં બે કે ત્રણ કમળના ફૂલ મળતા હતા તે હાલ 10થી 15 રૂપિયામાં એક ફૂલ મળી રહ્યું છે.

આ ઉપરાંત શ્રાવણ માસમાં શિવ પૂજામાં વપરાતા બીલીપત્ર પણ મોંઘા થયા છે. બીલીપત્રનો ભાવ હાલ 50 રૂપિયાની એક ઝુડી મળી રહી છે.ગુલાબ જેવા ફૂલ પણ ખૂબ જ ઊંચી કિંમતે એટલે કે, 400 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે.

ફુલોના વેપારીઓના કહેવા મુજબ શ્રાવણ મહિનો શરૂ થતાં જ ફૂલોના ભાવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા વધ્યા છે. અને આ ભાવ દિવાળી સુધી ઘટે તેવી શક્યતા રહેતી નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારોની સિઝનમાં ફૂલના ભાવ વધ્યા છે. અને તેમાં પણ શ્રાવણ મહિનામાં ફૂલની માગ પણ વધી જતી હોય છે. એક તરફ વરસાદને કારણે ફૂલની આવક થોડી ઘટી જતી હોય છે, પરંતુ તેની સામે માગ વધી જાય છે. જેના કારણે ફૂલ મોંઘા થઈ જાય છે. દિવાળી સુધી સતત તહેવારો ચાલતા હોય છે તેથી ફૂલની માગ અને ઉપયોગ વધતા તેના ભાવમાં પણ વધારો થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code