1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફાને તિરંગાથી રોશન કરાઈ  – યુએઈએ ભારત પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા ‘મજબૂત’ રહેવાનો સંદેશ પાઠવ્યો
વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફાને તિરંગાથી રોશન કરાઈ  – યુએઈએ ભારત પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા ‘મજબૂત’ રહેવાનો સંદેશ પાઠવ્યો

વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફાને તિરંગાથી રોશન કરાઈ  – યુએઈએ ભારત પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા ‘મજબૂત’ રહેવાનો સંદેશ પાઠવ્યો

0
Social Share
  • બુર્જ ખલિફાને તિરંગાથી રોશન થયું
  • યુએઈએ ભારત પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો
  • આ મુસીબતના સમયમાં મજબૂત રહેવાનો સંદેશ પાઠવ્યો
  • કહ્યું , ખૂબજ જલ્દી બધુ ઠીક થઈ જશે

દિલ્હીઃ- ભારત દેશ હાલ કોરોના વાયરસની મહામારી સામે લડત લડી રહ્યો છે, સમગ્ર દેશ તેના સામે સંઘર્ષ કરી રહ્યો છે. પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર થતી જોવા મળી રહી છે, ત્યારે ભારતની પડખે અનેક દેશ આવ્યા છે, ઘણા દેશો ભારતને ગંભીર સંકટમાંથી પસાર થવા અને કોરોના સામેના યુદ્ધમાં ભારતના મનોબળને મજબૂત બનાવવાના સંદેશ આપી રહ્યા છે,ત્યારે હવે આ શ્રેણીમાં  સંયુક્ત આરબ અમીરાતે રવિવારના રોજ તેની સૌચી ઇમારત બુર્જ ખલિફાને ભારતના ધ્વજના રંગોથી રોશન કરી હતી અને ભારત સાથે ઊભા રહેવાનો સંદેશો પાઠવ્યો હતો

ત્યારે હવે યુએઈએ ભારત માટે પોતાનું સમર્થન અને લાગણી  વ્યક્ત કરવા માટે બુર્જ ખલિફાને ત્રિરંગાથી સજાવી રોશનીથી રોશન કર્યું હતું, યુએઈએ ભારતને #StayStrongIndia  અર્થાત મજબૂત રહેવાનો સંદેશ આપ્યો છે.

આ બાબતે યુએઈમાં ભારતીય દૂતાવાસ તરફથી રવિવારે મોડી રાત્રે એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે ‘ભારત કોરોના સામે ભીષણ યુદ્ધ લડી રહ્યું છે, એ સ્થિતિમાં તેનો મિત્ર યુએઈ તેમને શુભેચ્છાઓ પાઠવે છે કે  બધુ જલ્દી ઠીક થઈ જશે’.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના સામેની લડતમાં રસીકરણ એ સૌથી મોટું હથિયાર છે, પરંતુ અમેરિકા દ્વારા રસી બનાવવા માટે જરૂરી કાચા માલના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, હવે રવિવારે યુ.એસ.એ કહ્યું હતું કે, તે ભારતને રસી બનાવવા માટે જરૂરી દરેક કાચા માલની સપ્લાય કરશે.

આ પહેલા પણ કોરોના સામેની લડતમાં બ્રિટને ભારતને પોતાનું સમર્થન આપ્યું હતું, બ્રિટને 600 એવા સાધનો મોકલવાની જાહેરાત કરી છે, જેનો ઉપયોગ કોરોના સામેની લડતમાં કરવામાં આવશે. રવિવારના રોજ વેન્ટિલેટર અને ઓક્સિજન ઘટકની પહેલી ખેપ પણ યુકેથી રવાના થઈ હતી , જે  આવતી કાલ મંગળવાર સુધીમાં દિલ્હી પહોંચી શકે છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code