1. Home
  2. ગુજરાતી
  3. યુએસમાં સૌથી ભયંકર બરફવર્ષા,15000 ફ્લાઇટ્સ રદ,અત્યાર સુધીમાં 48નાં મોત
યુએસમાં સૌથી ભયંકર બરફવર્ષા,15000 ફ્લાઇટ્સ રદ,અત્યાર સુધીમાં 48નાં મોત

યુએસમાં સૌથી ભયંકર બરફવર્ષા,15000 ફ્લાઇટ્સ રદ,અત્યાર સુધીમાં 48નાં મોત

0
Social Share
  • યુએસમાં સૌથી ભયંકર બરફવર્ષા
  • 15000 ફ્લાઇટ્સ રદ
  • અત્યાર સુધીમાં 48નાં મોત

દિલ્હી:અમેરિકાના ઘણા રાજ્યો આ દિવસોમાં બરફના તોફાન સામે ઝઝૂમી રહ્યા છે.ઉત્તર-પૂર્વ ક્ષેત્રના કેટલાક ભાગોમાં બરફનું તોફાન ચાલુ છે અને તેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.જેના કારણે ઘણી જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને સેંકડો ફ્લાઈટોને રદ કરવી પડી છે.લોકોને મુસાફરીમાં વિલંબ થઈ રહ્યો છે.હાલમાં નવ રાજ્યોમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 48 લોકોના મોત થયા છે.

પશ્ચિમ ન્યૂયોર્કમાં હિમવર્ષા સંબંધિત ઘટનાઓમાં 27 લોકોના મોત થયા બાદ સોમવારે યુએસ તોફાનમાં મૃત્યુઆંક વધીને 48 થયો હતો.અધિકારીઓ દ્વારા તેને “સદીનું બરફવર્ષા” કહેવામાં આવે છે.

અમેરિકામાં બરફના તોફાનના કારણે દેશના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડી યથાવત છે.વેસ્ટર્ન ન્યૂયોર્કમાં લોકો ભારે હિમવર્ષાનો સામનો કરી રહ્યા છે.તોફાન સબંધિત હવાઓ અને હિમપાતએ બફેલો માટે પણ સ્થિતિ કઠીન કરી દીધી છે.

સ્થાનિક અધિકારીઓએ તોફાન વિશે જણાવ્યું કે,ઘણા લોકો તેમની કાર, ઘરો અને બરફના ઢગલામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે કેટલાક બરફ સાફ કરતી વખતે મૃત્યુ પામ્યા હતા.

હિમવર્ષાની જબરદસ્ત અસર પશ્ચિમ ન્યૂયોર્કમાં શુક્રવાર અને શનિવારે જોવા મળી હતી. બરફની મોટી ચાદરના કારણે ફસાયેલા મોટરચાલકો,વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને ઈમરજન્સી ક્રૂને બરફથી અસરગ્રસ્ત ઘરો અને અટવાઈ ગયેલી કારોના રહેવાસીઓ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવો પડ્યો.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code