1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હવે તમારા બાળકને તમે 5 વર્ષની વયે ઘોરણ 1 માં પ્રવેશ અપાવી શકશો –  રાજ્ય શિક્ષણ વિભાગે શાળાઓ સમિતિઓને પણ લેખિતમાં જાણ કરી
હવે તમારા બાળકને તમે 5 વર્ષની વયે ઘોરણ 1 માં પ્રવેશ અપાવી શકશો –  રાજ્ય શિક્ષણ વિભાગે શાળાઓ સમિતિઓને પણ લેખિતમાં જાણ કરી

હવે તમારા બાળકને તમે 5 વર્ષની વયે ઘોરણ 1 માં પ્રવેશ અપાવી શકશો –  રાજ્ય શિક્ષણ વિભાગે શાળાઓ સમિતિઓને પણ લેખિતમાં જાણ કરી

0
Social Share
  • હવે, 5 વર્ષનાં બાળકોને ઘોરમ 1માં એડમિશન અપાશે
  • રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ લેવાયો નિર્ણય

અમદાવાદ – રાજ્યભરમાં હવે જે બાળકો 5 વર્ષના છે તેઓને આ વર્ષથી ઘોરણ 1મા પ્રવેશ આપવામાં આવશે, ઉલ્લેખનીય છે કે રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ આ અંગે નિર્ણય લેવાયો હતો અને આ બાબતે રાજયના શિક્ષણ વિભાગે શાળા સમિતિઓને લેખિતમાં જાણ કરી છે જૂન મહિનાથી નવા વર્ષનો આરંભ થતા જ આ અમલી બનશે.

રાઈટ ટુ એજ્યુકેશન એકટ-2009 અન્વયે પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે વર્ષ-2012નો પરિપત્ર અમલમાં હતો. આ પરિપત્ર અનુસાર વર્ષના 15 જુનના રોજ જે બાળકની ઉંમરનું છઠ્ઠું વર્ષ પુરું થયું ન હોય તેમને ધો.1માં પ્રવેશ મળતો નહતો હતો. નવા પરિપત્ર અનુસાર ધો.1માં પ્રવેશ માટે એક વર્ષની વયમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ઉલ્લખેનીય છે કે જે રીતે કોરોનાના કેસોમાં ઘટાડો પ્રાથમિક શાળાઓમાં પણ પ્રત્યક્ષ શિક્ષણ આપવાની શરૂઆત થઈ જશે. રાઈટ ટુ ઈન્ફર્મેશન એકટ હેઠળ પ્રાથમિક શાળામાં 5 વર્ષ પૂર્ણ કરનાર છાત્રોને હવેથી શાળામાં પ્રવેશ આપવામાં આવશે

આ મામલે  રાજય સરકારના શિક્ષણ વિભાગે ભૂતકાળના પરિપત્રમાં સુધારો કર્યો છે. આ પહેલા 5 વર્ષની વય ઘરાવતા બાળકોને ધોરણ1માં પ્રવેશ આપવામાં આવતો ન હતો. હવે, નવા પરિપત્ર અનુસાર વર્ષ-પના બાળકો પહેલા ઘોરમમાં એડમિશન લઈ શકશે આ મામલે અમલીકરણ માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓને જાણ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code