1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. માર્ચમાં 4 ગ્રહોના રાશિ પરિવર્તન, 18 વર્ષ બાદ મીનમાં રાહુ-શુક્રની યુતિથી આ રાશિઓની બદલાય જશે કિસ્મત
માર્ચમાં 4 ગ્રહોના રાશિ પરિવર્તન, 18 વર્ષ બાદ મીનમાં રાહુ-શુક્રની યુતિથી આ રાશિઓની બદલાય જશે કિસ્મત

માર્ચમાં 4 ગ્રહોના રાશિ પરિવર્તન, 18 વર્ષ બાદ મીનમાં રાહુ-શુક્રની યુતિથી આ રાશિઓની બદલાય જશે કિસ્મત

0
Social Share

માર્ચમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર રાશિ પરિવર્તન કરવાના છે. આ ફેરફારથી અનેક શુભ યોગ બનવા જઈ રહ્યા છે. 31 માર્ચે ધન-વૈભવના અધિષ્ઠાતા શુક્ર મીન રાશિમાં ગોચર કરવાના છે. અહીં પહેલેથી માયાવી ગ્રહ રાહુ વિરાજમાન છે. મીન રાશિમાં શુક્ર અને રાહુની યુતિથી કેટલીક રાશિઓને ખૂબ લાભ થવાનો છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. તમારા કાર્યોમાં આવતી અડચણો દૂર થશે અને ભૌતિક સુખ સુવિધાઓમં વધારો થશે. આવો જાણીએ રાહુ-શુક્ર મળીને કઈ રાશિઓને બનાવશે ધનવાન…

કર્ક રાશિ

રાહુ-શુક્રની યુતિથી કર્ક રાશિના જાતકોને જબરદસ્ત ફાયદો થવાનો છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. લાંબા સમયથી જે કામ રોકાયેલા છે તે આગળ વધશે. વિદેશ યાત્રાનો યોગ બનશે. પારિવારીક જીવનમાં ખુશી આવશે. તમારો સમય ભૌતિક સુખ સુવિધાઓમાં પસાર થશે.

કન્યા રાશિ

આ રાશિના જાતકોના પ્રેમ સબંધમાં મધુરતા આવશે. લગ્ન જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. જીવનસાથીનો પ્રેમ મળશે. આ રાશિના જાતકોને વ્યવસાયમાં ફાયદો મળશે. તમે લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનીને રહેશો. નોકરી-ધંધામાં તમને અનુકુળ વાતાવરણ મળી રહેશે. કારકિર્દીમાં તમે સફળતાના નવા શિખરો સર કરશો.

કુંભ રાશિ

આ રાશિના જાતકોને આવકમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે. તેમની વાણીમાં મધુરતા આવશે. પૈતૃક ધન-સંપત્તિ મળી શકે છે. ઓફિસમાં નવી ઓળખાણ થશે. તમારા કાર્યોની પ્રસંશા થશે. તમે જો કોઈ જોખમ ખેડશો તો તે રંગ લાવશે અને તમને તેનું ફળ મળશે. તમે નોકરી-ધંધામાં પ્રગતિ કરશો. તમારા લગ્નજીવનમાં પણ ખુશહાલી આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code