
કળયુગમાં હનુમાનજી ક્યા છે અને તેમનો પ્રિય મંત્ર કયો હતો?
હનુમાનજીને કળિયુગના દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. માતા સીતાએ હનુમાનજીને અમરત્વનું વરદાન આપ્યુ હતુ, તેથી આજે પણ કળિયુગમાં રહે છે. કળિયુગમાં હનુમાનજીના નિવાસને લઈને ઘણી માન્યતાઓ પ્રચલિત છે. કળિયુગમાં હનુમાનજી ક્યાં રહે છે અને ભક્તોની રક્ષા કરે છે જાણો.
હનુમાનજીને કળિયુગની રક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી, તેથી જ તેઓ આજે પણ પૃથ્વી પર નિવાસ કરે છે. શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે હનુમાનજી આજે પણ ગંધમાદન પર્વત પર નિવાસ કરે છે. કૈલાસની ઉત્તરે ગંધમાદન પર્વત આવેલો છે. મહાભારત કાળમાં જ્યારે ભીમ સહસ્ત્રદળ લેવા માટે ગંધમાદન પર્વત પર પહોંચ્યા ત્યારે હનુમાનજીએ તેમનો રસ્તો રોકી દીધો હતો. આ પર્વત સુધી કોઈ પહોંચી શકતું નથી.
પૌરાણિક કથા અનુસાર, હનુમાનજી કિષ્કિંધાના અંજની પર્વત પર નિવાસ કરે છે. આ પર્વત પર માતા અંજનીએ પોતાના બાળક માટે તપસ્યા કરી, ત્યારબાદ તેમને પુત્રના રૂપમાં હનુમાનજી પ્રાપ્ત થયા. ભગવાન શ્રી રામ અને હનુમાનજીનું મિલન પણ કિષ્કિંધા અંજની પર્વત પર થયું હતું. એટલા માટે જો માન્યતાઓનું માનીએ તો હનુમાનજી આજે પણ આ પર્વત પર રહે છે.
હનુમાન જીનો મંત્ર – ઓમ નમો હનુમતે રુદ્રાવતાર વિશ્વરૂપાય અમિતવિક્રમાય પ્રકટ-પ્રક્રમાય મહાબલાય સૂર્યકોટિસમપ્રભય રામદૂતાયા સ્વાહા. વાયુ પુત્ર! નમસ્તુભ્યં પુષ્પં સૌવર્ણકં પ્રિયમ્ । પૂજાયિષ્યામિ તે મૂર્ધાની નવરત્ન – સમુજ્જલમ ||