
દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન બાંગ્લાદેશ બોર્ડર ઉપર ભારતીય સુરક્ષા એજન્સીએ ચીનના જાસૂસને ઝડપી લીધો હતો. ભારતીય સુરક્ષા ટીમના અધિકારીઓએ આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. આ જાસૂસે 2 વર્ષમાં 1300 ભારતીય સિમ કાર્ડ સ્મગલિંગ કરી ચીન લઈ જવાયાં હોવાનું સામે આવ્યું છે. આ સિમ કાર્ડથી ભારતમાં મહત્વના અકાઉન્ટને હેક કરવા અને તેમાંતી ફાઈનાન્સિયલ ફ્રોડમાં ઉપયોગ કરવામાં આવે છે. લોકોના અકાઉન્ટ્સમાંથી મની ટ્રાન્જેક્શનથી પૈસા ઉઠાવી લેતા હતા. આરોપીની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બાંગ્લાદેશ બોર્ડર ઉપર ભારતીય સુરક્ષા એજન્સી પેટ્રોલીંગ કરતી હતી ત્યારે ચાઈનીઝ વ્યક્તિને ઝડપી લીધો હતો. આ શખ્સ ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ શખ્સનું નામ હાન જુનવેની હોવાનું અને ચીનનો જાસુસ હોવાનો ખુલ્યું હતું. ગત 2 વર્ષમાં 1300 ભારતીય સિમ કાર્ડ સ્મગલિંગ કરી ચીન લઈ જઈ ચૂક્યો છે. આ સિમ કાર્ડથી ભારતમાં મહત્વના અકાઉન્ટને હેક કરવા અને તેમાંતી ફાઈનાન્સિયલ ફ્રોડમાં ઉપયોગ કરવામાં આવે છે. લોકોના અકાઉન્ટ્સમાંથી મની ટ્રાન્જેક્શનથી પૈસા ઉઠાવી લેતા હતા. વર્ષ 2019માં ગુરુગ્રામમાં પોતાના એક બિઝનેસ પાર્ટનર, સૂન જિયાંગની સાથે એક હોટલ ખોલી હતી. પરંતુ આ બન્ને શખ્સો હોટલની આડમાં જાસૂસી કરતા હતા. નકલી દસ્તાવેજોના આધાર પર બન્ને ભારતીય સિમ ખરીદતા હતા. ત્યાર બાદ અંડરગારમેન્ટ્સમાં આ સિમ કાર્ડને છુપાવીને ચીન લઈ જતા હતા. ચીનમાં આ સિમ કાર્ડ્સનો ઉપયોગ અકાઉન્ટ હેક કરવામાં આવતો હતો. જેથી આ અંગે ભારતીય સુરક્ષા એજન્સીઓએ ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. અગાઉ ઉત્તરપ્રદેશ પોલીસે સુન જિયાંગને નકલી દસ્તાવેજના આધારે સીમ કાર્ડ ખરીદવાના કેસમાં ધરપકડ કરી હતી.
ચીનનો જાસુક હાન જુનવ ચાર વખત બિઝનેસ વિઝા ઉપર ભારતમાં આવ્યો હતો. વર્ષ 2010માં પહેલી વખત ભારતના હૈદરાબાદ આવ્યો હતો. જાન્યુઆરી 2021માં પાસપોર્ટના આધારે બાંગ્લાદેશના વિઝા લીધા હતા. તાજેતરમાં બાંગ્લાદેશ પહોંચ્યા બાદ સરહદ ક્રોસ કરીને ભારતીય વિસ્તારમાં ઘુસવાનો પ્રયાસ કરતો હતો ત્યારે ભારતીય સુરક્ષા એજન્સીએ તેને ઝડપી લીધો હતો.