1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં વેપાર-ઉદ્યોગોને લીધે બીજા મહિને પણ 1.2 કરોડના E-વે બિલો જનરેટ થયાં
ગુજરાતમાં વેપાર-ઉદ્યોગોને લીધે બીજા મહિને પણ 1.2 કરોડના E-વે બિલો જનરેટ થયાં

ગુજરાતમાં વેપાર-ઉદ્યોગોને લીધે બીજા મહિને પણ 1.2 કરોડના E-વે બિલો જનરેટ થયાં

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારને કારણે ઓદ્યોગિક ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. ઉપરાંત વેપાર-ધંધામાં પણ ગુજરાતે કાઠું કાઢ્યું છે. તેના લીધે સરકારને જીએસટી અને વેટની આવકમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. સતત બીજા મહિનામાં પણ જીએસટી ડીપાર્ટમેન્ટ દ્વારા એક કરોડથી વધુ ઈ-વે બીલ જનરેટ થયા હતા. ગત એપ્રિલ માસ દરમિયાન 1 કરોડ, 2 લાખ, 67 હજાર જેટલા ઈ-વે બીલો જનરેટ થયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગત માર્ચ માસમાં પણ આટલા જ વિક્રમજનક સંખ્યામાં ઈ-વે બીલો જનરેટ કરવામાં આવ્યા હતા. અને સતત બે મહિનાથી ગુજરાતમાં એક કરોડથી વધુ ઈ-વે બીલો જનરેટ થયા છે. જે ગુજરાતમાં વેપાર ધંધાની તેજી દર્શાવે છે. દરમિયાન સ્ટેટ જીએસટી વિભાગના દ્વારા મોબાઈલ ચેકીંગ સ્કવોડની જુદી જુદી ટીમો દ્વારા રાજયભરના હાઈવે અને ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ યથાવત રાખવામાં આવ્યું  હતું અને જુદી જુદી ક્ષતિઓ તેમજ ઈ-વે બીલ ન હોવા અંગે 526 જેટલી માલ ભરેલી ટ્રકો ડીટેઈન કરી લીધી હતી અને વેરો તથા દંડ પેટે રૂા.17.41 કરોડની વસુલાત કરી હતી.

સ્ટેટ જીએસટી વિભાગના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગત માસ દરમિયાન જીએસટી વિભાગનું સૌથી વધુ જીરૂ, સ્ક્રેપ, ટીએમટી બાર (લોખંડના સળીયા) અને ટાઈલ્સ જેવી કોમોડીટીમાંથી સૌથી વધુ કરચોરી મળવા પામી હતી. ખાસ કરીને ચેકપોસ્ટ ઉપરથી પકડાયેલ જીરૂ ભરેલા એક ટ્રકમાંથી હાઈએસ્ટ રૂા.70 લાખની કરચોરી મળવા પામી હતી. જીએસટી વિભાગ દ્વારા કરચોરી સામે લાલ આંખ કરવામાં આવી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code