થાઈલેન્ડમાં 11 વર્ષના છોકરાએ યાત્રાળુઓ પર ટ્રક ચઢાવી દીધો, 8 બૌદ્ધ સાધુઓના મોત
બેંગકોક, 02 જુલાઈ 2026: 11-year-old boy drove a truck into pilgrims in Thailand ઉત્તર-પૂર્વ થાઈલેન્ડમાં, 11 વર્ષના એક છોકરાએ પિકઅપ ટ્રક યાત્રાએ નીકળેલા સાધુઓના સમૂહ પર ચઢાવી દીધી હતી. આ દુઃખદ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ બૌદ્ધ સાધુઓના મોત થયા હતા.
સમાચાર એજન્સી AP અનુસાર, મુકદાહાનના ગવર્નર વોરાયન બુન્નરાતે જણાવ્યું હતું કે પાંચ સાધુઓનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય ત્રણ સાધુઓ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઈજાઓને કારણે મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત, અન્ય 14 ઘાયલ સાધુઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આરોપી કિશોર પોલીસ કસ્ટડીમાં
સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે આરોપી 11 વર્ષીય છોકરો હવે તેમની કસ્ટડીમાં છે. પોલીસનું કહેવું છે કે અકસ્માતના ચોક્કસ કારણની હાલ તપાસ કરવામાં આવી રહી છે.
જોકે, અકસ્માતમાં બચી ગયેલા સાધુઓએ પોલીસને જણાવ્યું કે તેમણે વાહનનું સંતુલન ગુમાવતા જોયું હતું, ત્યારબાદ તે રસ્તા પરથી લપસીને સીધું તેમના સમૂહ સાથે અથડાયું હતું.
રાજધાની બેંગકોકથી લગભગ 600 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં આવેલા મુકદાહાન પ્રાંતના કુલ 35 બૌદ્ધ સાધુઓ આ તીર્થયાત્રાએ નીકળ્યા હતા, ત્યારે આ દુઃખદ ઘટના બની હતી.
વધુ વાંચો: સુપ્રીમ કોર્ટે કાનૂની પ્રક્રિયાઓમાં AIના ઉપયોગ સામે ચેતવણી આપી


