1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં 500 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરાયો
રાજકોટમાં 500 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરાયો

રાજકોટમાં 500 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરાયો

0
Social Share

રાજકોટ, 2 જુલાઈ, 2026 : 500 kg of suspicious paneer seized in Rajkot. ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે આરએમસીના ફુડ વિભાગે એક પનીરના કારખાનામાં રેડ પાડીને 500 કિલો પનીરનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. અને લૂઝ પનીરના નમુના પરીક્ષણ માટે લેબને મોકલી અપાયા છે. દરમિયાન પનીરનું  કારખાનું કોઈપણ પ્રકારના ફૂડ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યું હોવાનું ખુલતા આ આખું કારખાનું સીલ કરી દેવામાં આવ્યું છે અને કારખાનાના સંચાલક પ્રકાશભાઈ હરસોડાને 10,000નો દંડ ફટકારીને કડક નોટિસ આપવામાં આવી છે.

 રાજકોટ શહેરનાં મોરબી રોડ પરનાં સેટેલાઇટ ચોક નજીક, પુલ નીચે આવેલા પનીરના કારખાના પર આરએમસીના ફૂડ વિભાગે ઓચિંતા દરોડા પાડ્યા હતા. જેમાં આશરે 500 કિલો જેટલો શંકાસ્પદ લુઝ પનીરનો જથ્થો ઝડપાયો છે, જેને અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી સીઝ કરવામાં આવ્યો હતો. આ પનીર ક્યાંથી આવ્યું હતું અને તેમાં કયા પદાર્થોનું મિશ્રણ કરવામાં આવ્યું હતું તેની સંપૂર્ણ તપાસ કરવા માટે લુઝ પનીરના 2 અલગ-અલગ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આરએમસીના મુખ્ય આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ડેરી પ્રોડક્ટ્સ, ખાસ કરીને પનીર અને એનાલોગ પનીરનું ઉત્પાદન અને વેચાણ કરતા એકમો પર સતત નજર રાખવામાં આવી રહી છે. અમારી ફૂડ સેફ્ટી ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં હાઇજિન કન્ડિશન એટલે કે સ્વચ્છતાની સ્થિતિની ચકાસણી કરવામાં આવે છે.  ગત 25 તારીખથી લઈને 1 તારીખ સુધીમાં પનીરના વિવિધ એકમો સામે વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી છે, જેમાં 25 તારીખે કુલ 3 એકમો પનીરના સીલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ 29 તારીખે વધુ 3 એકમો સીલ કરાયા હતા અને 30 તારીખે 1 એકમ પર સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code