1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ટેટ ફરજિયાત સામે પ્રાથમિક શિક્ષકોએ કર્યા ધરણા, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાયો
ટેટ ફરજિયાત સામે પ્રાથમિક શિક્ષકોએ કર્યા ધરણા, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાયો

ટેટ ફરજિયાત સામે પ્રાથમિક શિક્ષકોએ કર્યા ધરણા, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાયો

0
Social Share

ગાંધીનગર, 11 જુલાઈ, 2026 :   Primary teachers staged a protest against the mandatory TET. ગુજરાતમાં વર્ષ 2010 પહેલા ભરતી થયેલા પ્રાથમિક શાળાના શિક્ષકોને ટેટની પરીક્ષા ઉતિર્ણ કરવી ફરજિયાત છે. અને સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. આથી આ નિર્ણયના વિરોધમાં શિક્ષકોએ પાટનગર ગાંધીનગરમાં આજે ધરણા કર્યા હતા.

પ્રાથમિક શિક્ષકો માટે ટેટ ફરજિયાતના વિરોધમાં ગુજરાત સહિત દેશભમાં શિક્ષકો અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે, વર્ષ 2010 પહેલા ભરતી થયેલા  શિક્ષકો ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવાની માગ કરી રહ્યા છે. ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કર્યા બાદ આજે રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી ધરણ કર્યા હતા. શિક્ષકોએ ચીમકી ઉચ્ચારતા માગ કરી છે કે, જો અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં દિલ્હીમાં આંદોલન કરાશે.

 ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં સ્થાનિક સ્તરે દેખાવો કર્યા બાદ આજે આ આંદોલને રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કર્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા હતા. શિક્ષકોએ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને પડતર માંગણીઓ તાત્કાલિક સ્વીકારવા દબાણ કર્યું હતું. ગાંધીનગરમાં શિક્ષકોના આટલા મોટા જનમેદનીને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

શિક્ષક સંઘના આગેવાનોના કહેવા મુજબ શિક્ષકોની મુખ્ય માંગણીઓમાં વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા તમામ અનુભવી શિક્ષકોને ફરજિયાત ટેટ પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવાની માંગનો સમાવેશ થાય છે. ઉપરાંત, 1 એપ્રિલ 2005 બાદ ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. ધોરણ 6થી 8ના શિક્ષકોને તેમની કામગીરી અને જવાબદારીને અનુરૂપ અલગ તથા વધુ ગ્રેડ પે આપવામાં આવે તેમજ HTAT આચાર્યોને સોંપવામાં આવેલા વધારાના શાળાના ચાર્જનો નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code