1. Home
  2. ગુજરાતી
  3. સવારે ઉઠતાની સાથે જ ચહેરા પર અજમાવો આઇસ વોટર થેરાપી, કરચલીઓ થશે દૂર 
સવારે ઉઠતાની સાથે જ ચહેરા પર અજમાવો આઇસ વોટર થેરાપી, કરચલીઓ થશે દૂર 

સવારે ઉઠતાની સાથે જ ચહેરા પર અજમાવો આઇસ વોટર થેરાપી, કરચલીઓ થશે દૂર 

0
Social Share

આજકાલના પ્રદૂષણ અને વ્યસ્ત લાઈફસ્ટાઈલ વચ્ચે દરેક વ્યક્તિ ચમકતી, સુંદર અને ડાઘ-ધબ્બા વગરની ત્વચા મેળવવા ઈચ્છે છે. આ માટે લોકો મોંઘીદાટ કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ અને બ્યુટી ટ્રીટમેન્ટ્સ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરતા અચકાતા નથી. જોકે, આ કેમિકલ પ્રોડક્ટ્સના ઉપયોગ પછી પણ ચહેરા પર કોઈ ખાસ અસર જોવા મળતી નથી અને ઘણીવાર તેનાથી ત્વચાને નુકસાન પણ પહોંચે છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈપણ પ્રકારના ખર્ચ વિના, માત્ર સામાન્ય ઘરેલુ ઉપાયની મદદથી પણ ચહેરા પર કુદરતી ચમક લાવી શકાય છે. સવારે ઉઠતાની સાથે જ ચહેરા પર બરફના ઠંડા પાણીનો એક સરળ પ્રયોગ કરવાથી ત્વચા સજીવન થઈ ઉઠે છે અને ચહેરાની ફાઈન લાઈન્સ પણ દૂર થઈ શકે છે.

આ કુદરતી ગ્લો મેળવવા માટે સવારે સો પ્રથમ એક મોટા બાઉલમાં બરફના ટુકડા અને એકદમ ઠંડુ પાણી ભરી લેવું. ત્યારબાદ તમારા ચહેરાને આ બરફના પાણીમાં થોડી સેકન્ડો માટે ડુબાડી રાખવો. આ પ્રક્રિયાને સવારે ઓછામાં ઓછી 15 થી 20 વખત પુનરાવર્તિત કરવી જોઈએ. ઠંડા પાણીના સીધા સંપર્કમાં આવવાથી ચહેરા પરના ત્વચાના છિદ્રો (પોર્સ) સંકોચાઈ જાય છે, જેના પરિણામે ચહેરો વધુ ટાઈટ, હેલ્ધી અને આકર્ષક દેખાવા લાગે છે. આ આઈસ વોટર થેરાપીથી ચહેરા પરની સવારની સોજો (પફીનેસ) તરત જ ગાયબ થઈ જાય છે અને નિયમિત ઉપયોગથી ઝીણી કરચલીઓ પણ ધીમે-ધીમે ઓછી થવા લાગે છે.

આ આઈસ વોટર થેરાપી ખાસ કરીને 25 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થાય છે, કારણ કે આ ઉંમર પછી જ ચહેરા પર કરચલીઓ અને એજિંગના લક્ષણો દેખાવાના શરૂ થાય છે. જોકે, આ પ્રયોગ નાના બાળકોની કોમળ ત્વચા માટે બિલકુલ યોગ્ય નથી તેથી બાળકો પર તેનો પ્રયોગ કરવો નહીં. આ થેરાપી ચહેરા પરના વધારાના ઓઈલ એટલે કે સીબમને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. જો તમારે કોઈ પ્રસંગ કે પાર્ટીમાં જવાનું હોય અને ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો જોઈતો હોય, તો આ સરળ અને સસ્તી આઈસ વોટર થેરાપી એક ઉત્તમ બ્યુટી હેક સાબિત થઈ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code