1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરના મહુવા પંથકમાં તરખાટ મચાવતા 6 દીપડા પાંજરે પુરાયા
ભાવનગરના મહુવા પંથકમાં તરખાટ મચાવતા 6 દીપડા પાંજરે પુરાયા

ભાવનગરના મહુવા પંથકમાં તરખાટ મચાવતા 6 દીપડા પાંજરે પુરાયા

0
Social Share

ભાવનગર, 15 જુલાઈ, 2026 : Six leopards caged in the Mahuva region. જિલ્લાના મહુવા પંથકમાં દીપડાના હુમલાના બનાવો વધી રહ્યા છે. વાડી-ખેતરે જતા એકલ-દોકલ વ્યક્તિઓ પર દીપડાઓ દ્વારા હુમલો કરવાના બનાવો બનતા વન વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. અને વન વિભાગ દ્વારા ઠેર ઠેર પાંજરા મુકીને સઘન ઝુંબેશ હાથ ધરાતા ચાર દિવસમાં છ દીપડા પકડવામાં સફળતા મળી છે. ત્રણ દિવસમાં ત્રણ દીપડા પકડ્યા બાદ આજે દુધાળા નં. 2 ગામેથી દીપડી તથા તેના બચ્ચાને પણ પાંજરે પૂરવામાં તંત્રને સફળતા મળી હતી.

વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ મહુવા તાલુકાનાં બાંભણીયા ગામના જેન્તીભાઈ લલ્લુભાઈની વાડીમાં દીપડા દ્વારા પ્રકાશ ગોંડલિયા (ઉ.વ. 8) નામના બાળક પર દીપડાએ હુમલો કરતા ગંભીર ઈજા થતા મૃત્યુ થવાની ઘટના બની હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી 10થી વધુ ટ્રેપ કેજ (પીંજરા) ગોઠવી રોજ સઘન સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દુધાળા નં. 2 ગામે દીપડા આંટાફેરા મારતા હોવાની ટેલિફોનિક જાણ થતા વન વિભાગના સ્ટાફ દ્વારા તાત્કાલિક રાત્રી દરમિયાન દુધાળા નં. 2 ગામમાં 2 ટ્રેપ કેજ (પીંજરા) અલગ અલગ જગ્યાએ મૂકી વન્યપ્રાણી દીપડા માદાને તથા દીપડા બચ્ચાને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. આ અગાઉ બનાવ સ્થળ નજીકથી શંકાસ્પદ વન્યપ્રાણી દીપડાને પકડી પાડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તળાજા તાલુકાનાં કઠવા ગામે બાળકી ખુશી ગોતમભાઈ પરમાર ઉ.વ. 5 જ્યારે વાડીમાં રહેણાંક વાળા મકાન પાસે ખુલ્લા ખાટલો ઢાળી ખાટલા પર સુતી હતી. તે દરમિયાન ત્યાં અચાનક વન્યપ્રાણી દીપડાએ સુતેલી બાળકી પર હુમલો કર્યો હતો. પરંતુ પરિવારજનોએ બુમાબુમ કરતા અવાજથી દીપડો બાળકીને મૂકીને નાસી ગયો હતો. આ બનાવની વન વિભાગને જાણ કરાતા આસપાસની વાડીઓમાં અલગ અલગ 4 જેટલા પીંજરા ગોઠવવામાં આવ્યા હતા. છેવટે 18 દિવસની મહેનત પછી બાળકી પર હુમલો કરનારા દીપડાને પાંજરામાં પૂરવામાં સફળતા મળી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code