
84 દેશોના 19 હજાર વિદ્યાર્થીઓમાં મૂળ ભારતીય અમેરિકી 11 વર્ષિય નતાશા એ સિદ્ધી મેળવીઃ વિશ્વની સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થી બની
- મૂળ ભારતીય અમેરિકી નતાશાની સિદ્ધી
- સમગ્ર વિશ્વની પ્રતિભાશાળી વિદ્યાર્થી બની
- 84 દેશોના 19 હજાર વિદ્યાર્થીઓમાં નતાશાએ બાજી મારી
- ન્યૂજર્સીના થેલ્મા એલ સેન્ડમીયર એલીમેન્ટ્રી સ્કુલની વિદ્યાર્થીની
દિલ્હીઃ અમેરિકી વિશ્વવિદ્યાલયે મૂળ ભારતની બાળકીને સમગ્ર વિશ્વભરમાં સોથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાંથી એક તરીકે જાહેર કરી છે, 11 વર્ષિય મૂળ ભઆરતની આ વિદ્યાર્થીનું નામ છે નતાશા પેરી, જે ન્યૂજર્સીના થેલ્મા એલ સેન્ડમીયર એલીમેન્ટ્રી સ્કુલની વિદ્યાર્થીની છે, જેણે એસએટી અને એસીટી પ્રમાણીત પરિક્ષામાં અસાધારણ પ્રપદશ્રન કરવા માટે સમ્માનિત કરવામાં આવી છે.
વિતેલા દિવસને સોમવારના રોજ આ બાબતે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, યુવા પ્રતિભા કેન્દ્ર હેઠળ એસએટી ,એસીટી અથવા તો આજ પ્રકારની મુલ્યાંકનમાં નતાશાના ઉચ્ચ પ્રદર્શન માટે તેને સમ્માનિત કરવામાં આવી છે.
આ પ્રતિસ્પર્ધામાં 84 દેશોના કુલ 19 હજાર જેટલા વિદ્યાર્થીઓમાં નતાશા એક જ હતી કે જેણે વર્ષ 2020-21 પ્રતિભા શોધના વર્ષમાં સીટીવાઈમાં સમાવેશ પામી છે.
સીટીવાય તરફથી આ એક્ઝામનું થઆય છે આયોજન
સીટીવાય વિશ્વભરના તેજસ્વી વિદ્યાર્થીઓની ઓળખ કરવા અને તેમની ખરેખરની શૈક્ષણિક ક્ષમતાઓની એક સ્પષ્ટ રુપ પ્રદાન કરવા માટે ‘અબવ ગ્રેડ લેવલ’ની ખાસ એક્ઝામનું આયોજન કરે છે.
મૂળ ભારતની નતાશઆ પેરી એ વર્ષ 2021 માં પરીક્ષા આપી હતી જ્યારે તે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે જ્હોન્સ હોપકિન્સ સીટીવાય ના “હાઇ ઓનર એવોર્ડ્સ” માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. પેરીએ કહ્યું, “આ સમ્માન મને વધુ સારું કરવા માટે પ્રેરિત કરે છે.”
સ્કૂલ એસેસમેન્ટ ટેસ્ટ અને અમેરિકન કોલેજ એક્ઝામિનેશન બંને પ્રમાણિત પરીક્ષણો છે જેના પર ઘણી કોલેજો વિદ્યાર્થીને પ્રવેશ આપવો કે નહીં તે નક્કી કરે છે. કેટલાક કિસ્સાઓમાં, કંપનીઓ અને બિન-નફાકારક સંસ્થાઓ પણ આ સ્કોર્સના આધારે મેરિટ આધારિત શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને પ્રદાન કરે છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાની તમામ કોલેજો માટે વિદ્યાર્થીઓને અથવા તો SAT અથવા ACT લેવી જરુરી હોય છે, અને તેમના સ્કોર સંબંધિત યુનિવર્સિટીઓમાં સબમિટ કરવામાં આવે છે.