1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાયબર સેલના અધિકારીની નકલી ઓળખ આપી ડરાવીને તોડ કરનારા 13 શખસો પકડાયા,
સાયબર સેલના અધિકારીની નકલી ઓળખ આપી ડરાવીને તોડ કરનારા 13 શખસો પકડાયા,

સાયબર સેલના અધિકારીની નકલી ઓળખ આપી ડરાવીને તોડ કરનારા 13 શખસો પકડાયા,

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં નકલી અધિકારીઓના સ્વાંગમાં ડરાવી-ધમકાવીને તોડ કરવાના બનાવો વધી રહ્યા છે. જેમાં સાયબર સેલના અધિકારીની ફેક ઓળખ આપીને તોડકાંડમાં સાયબર ક્રાઈમ પોલીસે 13 શખસોને દબોચી લીધા હતા. એક ખાનગી ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટને અજાણ્યા શખસોએ ફોન કરી પોતાની ઓળખ સાયબર સેલના અધિકારી તરીકે આપી હતી. અને એવું કહ્યુ હતું કે, તમે  ખોટા બેન્ક એકાઉન્ટથી મની લોન્ડ્રીગ અને આતંકવાદી ફંડ માટે નાણા આપો છો. સાયબર સેલના અધિકારીની ઓળખ આપીને સ્કાયપી દ્વારા વાતચીત કરી બે અલગ-અલગ ટ્રાન્જેક્શન કરાવી 1.15 કરોડ રૂપિયા પડાવી લીધા છે. જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સાયબર ક્રાઇમ આ અંગે 13 આરોપીની ધરપકડ કરી છે.

સાયબર ક્રાઈમ બ્રાન્ચમાંથી આ બનાવ અંગે મળેલી વિગતો મુજબ, અમદાવાદમાં શીલજ વિસ્તારમાં આવેલી એક ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટને  ફોન કરીને તે કુરિયર કંપનીમાંથી વાત કરી રહ્યો છે અને તેમના નામથી એક પાર્સલ તાઈવાન ખાતે મોકલવામાં આવ્યું છે. જે પાર્સલને મુંબઈ કસ્ટમ દ્વારા રોકવામાં આવ્યું છે. કારણ કે, તેમાં પાસપોર્ટ, મોબાઈલ ફોન, લેપટોપ, કપડા અને 200 ગ્રામ એમડી ડ્રગ્સ છે. જેથી આ બાબતે ખરાઈ કરવા માંગો છો કે, કેમ તેવું જણાવ્યું હતું. ત્યારબાદ હોટલાઈન પર સાયબર સેલના અધિકારી છે, તેમ કહી કોલ ટ્રાન્સફર કર્યો હતો. ત્યારબાદ અન્ય એક વ્યક્તિએ પોતાની ઓળખ પ્રકાશ તરીકે આપી હતી અને પોતે સાઈબર સેલના અધિકારીની ઓળખ આપીને કહ્યું હતું. કે,  કોઈ વ્યક્તિએ 300થી 400 જેટલા ફ્રોડ એકાઉન્ટ ખોલાવ્યા છે. જેમાં પ્રતિષ્ઠિત લોકોના એકાઉન્ટ છે. તમારા નામના પણ બેથી ત્રણ એકાઉન્ટ છે. અત્યારે ફોન પણ ટ્રેપ થાય છે તો તમે સ્કાયપી પર વાત કરો. આથી શૈલેન્દ્ર મહેતાએ  સ્કાયાપ પર વાત કરવાનું કહેતા CBIના નામના લોગો વાળો લેટર મોકલી આપ્યો હતો. લેટર મોકલનારે પણ પોતાની ઓળખ ED તરીકે આપી હતી બીજા દિવસે બાલસિંગ રાજપૂત નામના વ્યકિતએ પોતાની ઓળખ સાયબર સેલના અધિકારી તરીકે આપી વાત શરૂ કરી હતી. એક કલાકમાં CBIના નામ તથા લોગો વાળુ વોરંટ સ્કાયપ પરથી મોકલી આપ્યું હતું. ત્યારબાદ જ્યોર્જ મેથ્યુ નામના વ્યક્તિએ કહ્યું કે, તમારા ICICI બેંકમાંથી ઘણા ટ્રાન્જેક્શન થયા છે. જે હાલ તમારા એકાઉન્ટમાં દેખાઈ રહ્યા નથી, પરંતુ આરબીઆઈના સર્વરમાં દેખાઈ રહ્યા છે. તમારા બેંકના ટ્રાન્જેક્શન જોવા માટે હું તમને આપું તે PNB બેંકમાં ફ્રુટ ટ્રેડર્સ અને શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ નામના બે એકાઉન્ટમાં અમે જણાવીએ તે મુજબની રકમ ટ્રાન્સફર કરવી પડશે. જેથી આરબીઆઈના સર્વરમાં જઈને અગાઉના બધા ટ્રાન્ઝેક્શન જોઈ શકીએ. જે રકમ તમે ટ્રાન્સફર કરશો તો 15 મિનિટમાં તમારા એકાઉન્ટમાં પરત જમા થઈ જશે. આમ વિશ્વાસ અપાવીને ગઠિયાઓએ શૈલેન્દ્ર ભાઈના એકાઉન્ટમાંથી ફુટ ટ્રેડર્સ નામના એકાઉન્ટમાં 1 કરોડ અને PNB બેંકના શિવમ શેરી ટ્રબલ ટ્રસ્ટના નામના એકાઉન્ટમાં 15.11 જમા કરાવ્યા હતા. અને સાયબર ક્રાઈમનો ભાગ બન્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code