1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના બેડી યાર્ડમાં નવી સિઝનના પ્રારંભે 13000 ગુણી મગફળીની આવક,
રાજકોટના બેડી યાર્ડમાં નવી સિઝનના પ્રારંભે 13000 ગુણી મગફળીની આવક,

રાજકોટના બેડી યાર્ડમાં નવી સિઝનના પ્રારંભે 13000 ગુણી મગફળીની આવક,

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદને કારણે ખરીફ પાકનું મબલખ ઉત્પાદન થાય તેવી શક્યતા છે. અને શૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડોમાં ખરીફ પાકની આવક શરૂ થઈ ગઈ છે. રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં નવી સિઝનના પ્રારંભે પહેલીવાર મગફળીની 13000 ગુણીની આવક થઇ હતી. આ ઉપરાંત કપાસની આવક પણ વધી રહી છે.

બેડી માર્કેટ યાર્ડના સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં નવી સિઝનના પ્રારંભે પહેલીવાર મગફળીની 13000 ગુણીની આવક થઇ હતી.  વાતાવરણમાં વરાપ નિકળ્યા બાદ  વહેલી સવારથી ખેડૂતો ખરીફ પાકની જણસો વેચવા માટે ઉમટી પડ્યા હતા અને નવી સિઝનના પ્રારંભે પહેલીવાર 13000 ગુણીની મગફળીના આવક થવા સામે પ્રતિ 20 કિલોનો ભાવ 1100થી 1360 સુધી ભાવ ઉપજ્યો હતો. નોરતાના પ્રારંભથી મતલબ કે સોમવારથી મગફળીની ધૂમ આવક શરૂ થશે અને દશેરાના શુભ મુહર્તથી ઓઇલમિલોમાં મગફળીનું પિલાણ પણ શરૂં થશે. મગફળી અને કપાસ ઉપરાંત અન્ય વિવિધ અનાજ, કઠોળ અને તેલીબિયાં પાકોની નવી આવકો શરૂ થઇ ગઇ છે. સોયાબીન અને તલમાં નવી આવકોનું પ્રમાણ પણ વધ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે. ગત વર્ષે કપાસના સારા ભાવના કારણે ખેડુતોએ મગફળીના સ્થાને કપાસનું વાવેતર કર્યું હતું. અને મગફળીના વાવેતરમાં થોડા ઘટાડો નોંધાયો હતો. પરંતુ સમયાંતરે વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે મગફળીનું પણ ઉત્પાદન સારૂ એવું થશે. હાલ માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. અને ખેડુતોને ભાવ પણ સારા મળી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code