
- જમ્મુમાં સુરક્ષાદળોએ આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.
- જમ્મુ બસ સ્ટેન્ડ પાસે બસમાંથી 15 કિ.ગ્રા. વિસ્ફોટક મળી આવ્યો છે
- આ વિસ્ફોટક એક બેગમાંથી મળી આવ્યો છે
- કઠુઆમાં બિલાવર ખાતે બસ કન્ડક્ટરને બેગ આપવામાં આવી હતી

જમ્મુમાં સુરક્ષાદળોએ આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અહીં એક બસ સ્ટેન્ડ નજીક બસમાંથી 15 કિલોગ્રામ વિસ્ફોટક ઝડપાયો છે.
આ વિસ્ફોટક બસમાં એક બેગમાંથી મળ્યો છે. કઠુઆથી બિલાવરમાં બસ કન્ડક્ટરને બેગ આપવામાં આવી હતી.
હાલ સુરક્ષાદળોએ વિસ્ફોટકોને જપ્ત કર્યા છે. મોટા પ્રમાણમાં વિસ્ફોટકો જપ્ત કરાયા બાદ હવે તેની તપાસ થઈ રહી છે. એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ પણ કરાઈ રહી છે.
બસમાં શંકાસ્પદ સામાન હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ જમ્મુ બસ સ્ટેન્ડ નજીક બસને અટકાવી અને તેની તલાશી લેવામાં આવી હતી. તપાસમાં વિસ્ફોટકોથી ભરેલી બેગ જપ્ત થઈ હતી. એક શંકાસ્પદને પકડીને તેની પૂછપરછ કરાઈ રહી છે.
આ પહેલા પણ જમ્મુ બસ સ્ટેન્ડ પર આતંકવાદી પોતાની સાજિશને અંજામ આપતા રહ્યા છે. આ વર્ષે સાતમી માર્ચે જમ્મુ બસ સ્ટેન્ડ પર આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ત્યારે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે મૃતકોના નિકટવર્તી સંબંધીઓને 5-5 લાખ અને દરેક ઘાયલને 20 હજાર રૂપિયાના વળતરની ઘોષણા કરી હતી.