
ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે 18245 વિદ્યાર્થીઓની 7મી એપ્રિલે લેવાશે પરીક્ષા
અમદાવાદઃ રાજ્યમાં ડિપ્લામાંથી ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે મેરીટને આધારે પસંદગીની કોલેજોમાં પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ આ વર્ષથી શિક્ષણ વિભાગ દ્વારા ડિપ્લોમાંથી ડીગ્રીમાં પ્રવેશ માટે ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. અને પ્રવેશ પરીક્ષા માટે ગઈ તા. 6 ફેબ્રુઆરીથી 22મી માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 18,246 વિદ્યાર્થીએ ફી ભરીને પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા 7 એપ્રિલના રોજ જિલ્લા સ્તરે યોજાશે. વિદ્યાર્થીઓ લોગીન કરીને 1 એપ્રિલથી 7 એપ્રિલ સુધી એડમિટકાર્ડ ડાઉનલોડ કરી શકશે. આ પરીક્ષાનું પરિણામ એપ્રિલ મહિનામાં અંતિમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે.
રાજ્યમાં ડિપ્લોમાથી ડીગ્રી એન્જિન્યરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે એન્ટ્રસ ટેસ્ટ લેવામાં આવશે. આ ટેસ્ટ માટે પ્રથમ વખત વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતું. 6 ફેબ્રુઆરીથી 22મી માર્ચ સુધી રજિસ્ટ્રેશનની મુદ્દત રાખવામાં આવી હતી. ડીગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે કુલ 18,362 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 18,245 વિદ્યાર્થીએ ફી ભરીને રજિસ્ટ્રેશન કનફોર્મ કરાવ્યું હતું.
ડિપ્લામાંથી ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે 20 રાજ્યના 594 વિદ્યાર્થીઓએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. ગત વર્ષે 14,204 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેની સરખામણીમાં આ વર્ષે 4,000થી વધુ વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીની 7 એપ્રિલના રોજ રાજ્યભરમાં ઓફલાઈન પરીક્ષા જિલ્લા સ્તરે યોજવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાના લોગ દ્વારા 1 એપ્રિલથી 7 એપ્રિલ સુધી એડમિટકાર્ડ ડાઉનલોડ કરી શકશે. આ પરીક્ષાનું પરિણામ એપ્રિલ મહિનામાં અંતિમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષાના માર્ગદર્શન માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્તરે પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને માર્ગદર્શન આપવા અને ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા સબંધિત માહિતી પૂરી પાડવા 15 દિવસમાં 50 સેમિનાર યોજવામાં આવ્યા હતા. રાજ્યની 16 સરકારી એન્જિન્યરિંગ, 3 સરકારી- ગ્રાન્ટેડ અને 120 ખાનગી કોલેજની આશરે 40 હજાર ડીગ્રી એન્જિન્યરિંગ બેઠક માટે તેમજ 3 સરકારી, 3 ગ્રાન્ટેડ અને 90 ખાનગી કોલેજની આશરે 2400 ફાર્મસીની બેઠક પર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે.