
જમ્મુ કાશ્મીરમાં 15મી ઓગસ્ટ પહેલા 2 આતંકીઓની ધરપકડ, હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ ઝપ્ત
શ્રીનગરઃ- જમ્મુ-કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે ત્યારે હવે 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે તેવી સ્થિતિમાં આતંકીઓ પણ સક્રિય થવાની તૈયારીઓમાં છે આવી સ્થિતિમાં સેનાના જવાનોએ 2 આતંકીઓની ઘરપકડ કરી લીઘી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે બારામુલ્લામાં એલઇટીના હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે સ્વતંત્રતા દિવસ પહેલા જ અહીં દેશમાં આતંક મચાવવાનું કાવતરું ઘડનારા બે આતંકવાદીઓ ઝડપાયા છે. પોલીસે તેમની ઓળખ ફૈઝલ મજીદ ગાની વંશ અબ્દુલ મજીદ અને નૂરલ કામરાન ગાની વંશ મોહમ્મદ અકબર ગની વતરીકે કરી છે.
વઘુ જણાવેલી વિગત પ્રમાણે આઝાદગંજ બારામુલ્લા તરફ આવી રહેલા બે શંકાસ્પદ વ્યક્તિઓએ અચાનક સુરક્ષાદળોની ટીમ ને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પકડાઈ ગયા હતા. એજન્સીઓ દ્વારા પકડાયેલા આતંકીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. આતંકીઓની તપાસ દરમિયાન તેમના પાસેથી 1 પિસ્તોલ, 1 મેગેઝીન, 4 જીવતા કારતૂસ અને 1 ગ્રેનેડ મળી જેવી સામગ્રી પણ ઝપ્ત કરાઈ છેય