1. Home
  2. ગુજરાતી
  3. અરેરે.. શ્વાને કોઈનું શું બગાડ્યું હશે?, રત્નાગિરીમાં 21 મૃત મળી આવ્યા, ઝેર આપીને માર્યા હોવાની પોલીસને શંકા
અરેરે.. શ્વાને કોઈનું શું બગાડ્યું હશે?, રત્નાગિરીમાં 21 મૃત મળી આવ્યા, ઝેર આપીને માર્યા હોવાની પોલીસને શંકા

અરેરે.. શ્વાને કોઈનું શું બગાડ્યું હશે?, રત્નાગિરીમાં 21 મૃત મળી આવ્યા, ઝેર આપીને માર્યા હોવાની પોલીસને શંકા

0
Social Share
  • રત્નાગિરીમાં 21 શ્વાનના રહસ્યમય રીતે મૃત્યું
  • ઝેર આપીને માર્યા હોય તેવી પોલીસને શંકા
  • માણસ ભૂલી ગયો માણસાઈ!

માણસને જો સૌથી વફાદાર કોઈ પ્રાણી હોય તો તેમાં પહેલા નંબર પર શ્વાન આવે. આ વાત સાથે ભાગ્ય જ કોઈ સહેમત ન થાય, પણ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં એવી ઘટના બની કે જે કોઈને પણ બે પળ માટે ધ્રૃજાવી નાખે. મહારાષ્ટ્રના રત્નાગિરી શહેરમાં 21 શ્વાન રહસ્યમય રીતે મૃત અવસ્થામાં મળ્યા છે.

આ બાબતે પોલીસે અત્યારે તપાસ શરૂ કરી છે અને રત્નાગિરી શહેર પોલીસે ગુરુવારે શહેરમાં 21 કૂતરાઓની કથિત રીતે હત્યાના સંદર્ભમાં એફઆઈઆર નોંધાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ શ્વાનોનું મૃત્યુ બુધવાર અને ગુરુવાર દરમિયાન રાત્રીના સમયે થયું હતું. પોલીસનું કહેવું છે કે મૃત કૂતરાઓની સંખ્યા થોડી વધી શકે છે.

વિનીત ચૌધરીએ વધુમાં જણાવ્યું કે માર્યા ગયેલા 21 કૂતરાઓને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે રાસાયણિક વિશ્લેષણ રિપોર્ટ માટે મૃત શ્વાનોના નમૂના પણ લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે કૂતરાઓને ઝેર આપવામાં આવ્યું હતું. જોકે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

એક અખબારી અહેવાલ મુજબ રત્નાગિરી શહેર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર વિનીત ચૌધરીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે પ્રાણીઓના અધિકારો માટે કામ કરનાર વ્યક્તિએ ગુરુવારે આ મામલે FIR નોંધાવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શહેરના વિવિધ વિસ્તારોમાંથી કૂતરાઓના શબ મળી આવ્યા છે. શહેરના આરોગ્ય મંદિર અને આઈસીઆઈસીઆઈ રોડ નજીકના વિસ્તારોમાં આ શ્વાનોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે આ મામલે આઈપીસીની કલમ 428 અને 429ની સાથે સાથે પશુ ક્રુરતા નિવારણ અધિનિયમ સેક્શન 11 હેઠળ કેસ નોંધ્યો છે.

અહેવાલો અનુસાર, શ્વાનો પાસે ચિકન અને ભાત મળી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈએ કૂતરાઓને ઝેરી ભાત અને ચિકન ખવડાવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વધુ 30 કૂતરા ગુમ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code