
મહારાષ્ટ્રના બોઈસરમાં કાપડ ફેક્ટરીમાં ધમાકા બાદ ભીષણ આગની ઘટના, 4 કર્મીઓ ઘાયલ
- મહારાષ્ટ્રની કાપડ ફેક્ટરીમાં આગ
- પહેલા થયો ઘમાકો, ત્યાર બાદ આગ લાગી
- આ ઘટનામાં 4 લોકો ઘાયલ
મુંબઈઃ મહારાષ્ટ્ર સ્થિતિ બોઇસરમાં આજરોજ શનિવારે સવારે એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ કાપડ બનાવતી જખારિયા ફેબ્રિક્સ લિમિટેડમાં થતાની સાથે જ ભીષણ આગ લાગવાની ઘટના સર્જાય હતી.
મળતી માહિતી પ્રમાણે આ આગ લાગવાની ઘટનામાં ચાર લોકોના ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે ઘટના સ્થળે હાલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો આવી પહોંચી ગઈ છે અને ઘાયલ થયેલો લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ સાથે જ સતત મહેનતથી ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે.
હાલ ઘટના સ્થળે ફઆયર વિભઆગની ગાડીઓ જોવા મળી રહી છે, આગ પર કાબૂ મેળવવા મનાટે ફાયરના જવાનો ઘણી ભારે જહેમત ઉઠાવતા જોવા મળી રહ્યા છે.