1. Home
  2. ગુજરાતી
  3. લોરેન્સ બિશ્નોઈ અને હેરી બોક્સર ગેંગના 5 શાર્પ શૂટર્સ દિલ્હીથી ઝડપાયા
લોરેન્સ બિશ્નોઈ અને હેરી બોક્સર ગેંગના 5 શાર્પ શૂટર્સ દિલ્હીથી ઝડપાયા

લોરેન્સ બિશ્નોઈ અને હેરી બોક્સર ગેંગના 5 શાર્પ શૂટર્સ દિલ્હીથી ઝડપાયા

0
Social Share

નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને ગેંગસ્ટરો વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં મોટી સફળતા મળી છે. પોલીસે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ, આરઝૂ અને હેરી બોક્સર ગેંગના પાંચ ખતરનાક શૂટર્સની ધરપકડ કરી છે. આ શૂટર્સમાં 1લી ડિસેમ્બરે ચંદીગઢમાં થયેલી ઈન્દ્રપ્રીત પેરીની હત્યામાં સામેલ મુખ્ય શૂટર્સનો પણ સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અંકુશ, પીયૂષ પિપલાણી, કુંવર બીર, લવપ્રીત અને કપિલ ખત્રી તરીકે થઈ છે.

પોલીસને બાતમી મળી હતી કે ગેંગસ્ટર કુંવર બીર શાંતિવન વિસ્તારમાં આવવાનો છે. પોલીસે છટકું ગોઠવી કુંવર બીર અને તેના બે સાથીઓ લવપ્રીત અને કપિલની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં મળેલી વિગતોના આધારે, પોલીસે માત્ર 3 જ કલાકમાં સરાય કાલે ખાં વિસ્તારમાંથી મુખ્ય શૂટર પીયૂષ પિપલાણી અને અંકુશને રાત્રે 8 વાગ્યાના સુમારે દબોચી લીધા હતા.

તપાસમાં બહાર આવ્યું છે કે આ શૂટર્સ અત્યંત નિર્દયી છે અને છેલ્લા પાંચ મહિનામાં ત્રણ મોટી હત્યાઓને અંજામ આપી ચુક્યા છે. આરોપીઓએ 1 ડિસેમ્બરના રોજ ચંદીગઢમાં ઈન્દ્રપ્રીત સિંહ ઉર્ફે પેરીની હત્યા, 5મી જૂનના રોજ પિંજોરી પંચકુલામાં કબડ્ડી ખેલાડી સોનુ નોલતાની હત્યા અને 1 સપ્ટેમ્બરના રોજ અમૃતસરમાં રેસ્ટોરન્ટ માલિક આશુ મહાજનની હત્યા કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, પીયૂષ અને અંકુશ પહેલા જોગેન્દ્ર ગેંગમાં હતા, પરંતુ બાદમાં હેરી બોક્સરના સંપર્કમાં આવ્યા હતા. આ ટોળકી દિલ્હીમાં પોતાનું વર્ચસ્વ જમાવવા અને મોટા વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવવા માટે સક્રિય થઈ હતી. આરઝૂ અને હેરી બોક્સરના કહેવા પર તેઓ દિલ્હીમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેમને હથિયારો અને જીવતા કારતુસ સાથે ઝડપી લીધા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code