1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંબાજીમાં ગુજરાત આચાર્ય સંઘનું 52મું શૈક્ષણિક અને વહિવટી અધિવેશન યોજાયું
અંબાજીમાં ગુજરાત આચાર્ય સંઘનું 52મું શૈક્ષણિક અને વહિવટી અધિવેશન યોજાયું

અંબાજીમાં ગુજરાત આચાર્ય સંઘનું 52મું શૈક્ષણિક અને વહિવટી અધિવેશન યોજાયું

0
Social Share

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતેના જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં બે દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના 52માં અધિવેશનનો શિક્ષણમંત્રી કુબેર ડીંડોર ઉપસ્થિતમાં પ્રારંભ કરાયો હતો. જેમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધીની સફરમાં વિદ્યાર્થી વર્ગમાં બહુ જ મોટો ફાળો આચાર્યોનો રહેલો છે. ભારત આજે વિશ્વમાં નવી ઊંચાઇઓને સિધ્ધ કરી રહ્યો છે. 2047 સુધી વિકસિત ભારત બનાવવા માટે આપણે બધાને સાથે રહી એક બીજાના સહયોગથી આપણે આગળ વધવું પડશે.

શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દરેક વ્યક્તિ માટે યોજના લાવતી હોય છે, પરંતુ સમાજમાં રહેલા દુષણોને જો મૂળમાંથી ઉખાડી ફેંકવામાં આપ બહુ જ મહત્વનું યોગદાન આપી શકો છો. એટલે આચાર્ય બન્યા પહેલા આપણે શિક્ષક હતા એ માની સર્વિસમા સેવાનું ભાવ રાખી ફરજ નિભાવવી પડશે. આપણે ગ્રાન્ટેડ શાળામાંથી ગેરેન્ટેડ શાળા બનાવાની છે. કારણકે આપણે નવી પેઢીનું સર્જન કરી શકવામાં સક્ષમ છીએ. એટલે આપણે ફક્ત કર્મચારી નથી આપણે રાષ્ટ્રના યુગનિર્માતા બની વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 5 ટ્રિલિયનના સપનાને સાકાર કરીએ અને શિક્ષણના હિતમાં, વિદ્યાર્થીના હિતમાં આપની સાથે ચિંતન અને મનન કરી નાના મોટા પ્રશ્નોને આપણે સાથે મળીને નિરાકરણ લાવીશુ.

આ પ્રસંગે ગુજરાત આચાર્ય સંઘના પ્રમુખ જે .પી પટેલ જણાવ્યું કે, આજે જે કાર્યક્રમ યોજાયો છે. એ અભૂતપૂર્વ છે. કારણ કે, આપણા પડતર પ્રશ્નો માટે આંદોલન કરવાની જરૂર નથી પડી. આજે સરકાર આપણા કેટલાય પડતર પ્રસ્નોનું નિરાકરણ લાવ્યુ એ બદલ આભાર વ્યક્ત કર્યા હતો. આચાર્યોને પોતાના હક અને ફરજ પ્રત્યે હંમેશા નિષ્ઠાવાન રહેવાની હિમાયત કરૂ છું.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code