
ન્યુઝીલેન્ડમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.5ની તીવ્રતા નોંધાઈ
- ન્યુઝીલેન્ડમાં જોરદાર ભૂકંપ
- 6.5 ની તીવ્રતા નોંધાઈ
- લોકોમાં ડરનો માહોલ
દિલ્હી:ન્યુઝીલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.ન્યુઝીલેન્ડમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5ની છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, ન્યુઝીલેન્ડ અને એન્ટાર્કટિકા વચ્ચે અડધા રસ્તે આવેલા મેક્વેરી આઇલેન્ડ નજીક ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 માપવામાં આવી હતી અને એપીસેન્ટર 10 કિમીની ઊંડાઈએ હતું.આ ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો.
અગાઉ માર્ચમાં ન્યુઝીલેન્ડથી એક હજાર કિલોમીટર દૂર કેરમાડેક દ્વીપ સમૂહ પર ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા.આ દરમિયાન 8.1ની તીવ્રતાનો સૌથી શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો.આ સિવાય 7.4 અને 7.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા.ન્યુઝીલેન્ડમાં સુનામીના ભયને કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા અને મોટાભાગના લોકો ઊંચાઈ પર જવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી અરાજકતા સર્જાઈ હતી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.