
કેન્યામાં ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત,પાંચ ઘાયલ
- નારોક કાઉન્ટીમાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો
- અકસ્માતના પગલે સાત લોકોના મોત નિપજ્યા
- પાંચ લોકોને પહોંચી ઈજા
દિલ્હી:કેન્યાની રાજધાની નૈરોબીના દક્ષિણપશ્ચિમમાં આવેલા નારોક કાઉન્ટીમાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના પગલે સાત લોકોના મોત થયા હતા જયારે અન્ય પાંચ ઘાયલ થયા હતા.
બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
નારોક નોર્થ ડિવિઝનલ પોલીસ કમાન્ડર આલ્ફોન્સ શિઉંડુએ જણાવ્યું હતું કે,બોમેટ-નારોક રોડ પર થયેલા અકસ્માતમાં એક મિનિબસ અને એક ટ્રકનો સમાવેશ થાય છે, જે રિફ્ટ વેલીના શહેર બોમેટ તરફ જઈ રહ્યો હતો.જ્યારે તેનું જમણું ટાયર ફાટ્યું ત્યારે ટ્રક ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે એક મિનિબસ આગળથી અથડાઈ હતી.