
અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ રોજબરોજ વધતું જાય છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં શનિવારે સર્જાયેલા બે જુદા જુદા અકસ્માતોમાં સાત વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. મહેસાણાના સતલાસણા પાસે ગોઠડા હાઈવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેમજ અકસ્માતનો બીજો બનાવ શામળાજી નજીક સર્જાયો હતો. જેમાં રોંગ સાઈડ જતી કાર ખાનગી ટ્રાવેલ્સ સાથે અથડાતા ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે મોટ નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
મહેસાણા નજીક સતલાસણા ગોઠડા હાઈવે પર ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા, જ્યારે પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ઘાયલોને 108ની મદદથી હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અકસ્માતની ઘટનાને પગલે અફરા તફરી મચી જવા પામી હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગયો એવી જાણવા મળી છે. કે, સતલાસણા ગોઠડા હાઈવે પર પેસેન્જર રિક્ષા મુસાફર ભરી જતી હતી તે દરમિયાન પેસેન્જર રિક્ષાને ટ્રકે ટક્કર મારી હતી અને ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. આ અક્સ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના થયા મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બીજો અકસ્માત શામળાજીથી 6 કિમી દૂર હાઈવે પર સર્જાયો હતો. ડુંગરપુરના વીંછીવાડાથી શામળાજી વચ્ચે રોંગ સાઈડ જતી કાર ખાનગી ટ્રાવેલ્સ સાથે ટકરાતાં કારના આગળના ભાગના ફુરચેફૂરચા ઊડી ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં અરવલ્લીના ચાર યુવકનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો..
પોલીસ સૂત્રોના કહેવા મુજબ અરવલ્લીના યુવકોએ ઉદેપુર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર રોન્ગ સાઈડમાં કાર લઈ જઈ રહ્યા હતા, જેના કારણે સામેથી આવતી એક ખાનગી બસ સાથે ટક્કર થઈ હતી. આ ટક્કરમાં શામળાજી પાસેના વેણપુરના 2 સહિત ખારી, પાંડરવાડા ગામના કુલ 4 યુવાનનું મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય એક ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. આ ઘટના બાદ વીંછીવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે પ્રયાસો બાદ યુવકોના મૃતદેહો કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા હતા.