1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશ બરેલીના નાથ કોરિડોરને મળશે નવી ઓળખ – 8 ચાર રસ્તાઓને ભગવાન શિવના નામેથી ઓળખાશે
ઉત્તરપ્રદેશ બરેલીના નાથ કોરિડોરને મળશે નવી ઓળખ – 8 ચાર રસ્તાઓને ભગવાન શિવના નામેથી ઓળખાશે

ઉત્તરપ્રદેશ બરેલીના નાથ કોરિડોરને મળશે નવી ઓળખ – 8 ચાર રસ્તાઓને ભગવાન શિવના નામેથી ઓળખાશે

0
Social Share
  • બરેલીના 8 માર્ગોને મળશે ભગવાન શીવનું નામ
  • આ આઠ ચારરસ્તાઓને નવા નામે ઓળખવામાં આવશે

લખનૌઃ- દેશના ઘણા સ્થળોના નામ બદલવાની પ્રક્રિયા સત ચાલી રહી છે ત્યારે ઇત્તરપ્રદેશના પણ કેટલાક વિસ્તાર ગામ કે શહેરના નામ અગાઉ બદલવામાં આવ્યા છે ત્યારે રાજ્યનું શહેર બરેલીના 8 ચારરસ્તાઓને હવે નવા નામ આપવાની તૈયારી થઈ ચૂકી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બરેલી નાથ કોરિડોરમાં, શહેરના આઠ મુખ્ય આંતરછેદ ભગવાન શિવના પરિવારને સમર્પિત કરવામાં આવશે.આ આંતરછેદો શિવ, ગણેશ અને કાર્તિકેય તરીકે ઓળખાશે. બુધવારે કમિશનરેટ ઓડિટોરિયમમાં જનપ્રતિનિધિઓ સાથે મળેલી બેઠકમાં દરખાસ્તને આખરી મંજુરી મળી હતી.

બીડીએના ઉપાધ્યક્ષ જોગીન્દર સિંઘે જનપ્રતિનિધિઓ સમક્ષ આંતરછેદો અને શિવ મંદિરોના બ્યુટિફિકેશન અને નાથ કોરિડોર હેઠળના રસ્તાઓની સુધારણાની રજૂઆત કરી હતી અને સૂચનો પણ માંગ્યા હતા.બરેલીમાં, નાથ કોરિડોરમાં તમામ સાત મંદિરો સાથે જોડાયેલા રસ્તાઓને પહોળા કરવાનું અને મંદિરોના બ્યુટિફિકેશનનું કામ ત્રણ તબક્કામાં કરવામાં આવશે.

 આ ત્રણ ચબક્કા હેછળ પ્રથમ તબક્કામાં શાહજહાંપુર, બદાઉન, પીલીભીત રોડ અને દિલ્હી બાયપાસ પર કામ કરવામાં આવશે. બીજા તબક્કામાં શહેરની અંદર કામો કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં મંદિરોનું બ્યુટિફિકેશન કરવામાં આવશે. આ સાથે શહેર શિવમયની સાથે સાથે સુંદર પણ લાગશે. ત્રીજા તબક્કામાં બૌદ્ધિકો, જનપ્રતિનિધિઓ અને મંદિર સમિતિઓના સૂચનો લઈને ડીપીઆર તૈયાર કરવામાં આવશે.

. આ સહીત નાથ કોરિડોર હેઠળ 32 કિલોમીટરના રસ્તા પહોળા અને બ્યુટીફિકેશન કરવામાં આવી રહ્યા છે. કોરિડોર હેઠળ ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને મંદિરોને શણગારવામાં આવશે.તે માટેનો  ડીપીઆર તૈયાર કરવામાં આવી રહ્યો છે. ડીપીઆર તૈયાર થતાં જ તેને સરકારની મંજૂરી માટે મોકલવામાં આવશે.

આ સાથે જ . મંદિર તરફ જતો રસ્તો બે લેનનો હોવો જોઈએ બેઠકમાં લોકપ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, અલખનાથ મંદિર પાસે આવેલી તુલસી વાટિકાનો પણ વિકાસ થવો જોઈએ. મંદિર પરિસરની દિવાલો પર ભગવાન શિવ સાથે સંબંધિત શ્લોક અને ઘટનાઓનું ચિત્રણ કરવું જોઈએ.

આ સાથે જ નાથ કોરિડોરના માર્ગો પર પેસેન્જર શેડ બનાવવામાં આવે. મંદિરોમાં પૂર્વ-વિકસીત તળાવોમાં જળ શુદ્ધિકરણ મશીનો લગાવવા જોઈએ જેથી તળાવો સ્વચ્છ રહે અને જળચર જીવો પણ ત્યાં રહી શકે. રસ્તાના વિવિધ ચિહ્નો માત્ર હિન્દી ભાષામાં હોવા જોઈએ. મંદિર પરિસરમાં આડેધડ બાંધકામ બંધ કરવું જોઈએ અને અતિક્રમણ દૂર કરવા જોઈએ.

આ આઠ ચારરસ્તાઓને મળશે નવા નામ જાણો જૂના નામો અને તેના નવા નામ

            હાલનું નામ   – નવું  સૂચિત નામ 

  1. દેલાપીર ચૌરાહા  – આદિનાથ ચૌરાહા
  2.  નારિયાવાલ ચૌરાહા –  શ્રી નીલકંઠ ચૌરાહા
  3.  અવરોધ-2 તિરાહા –  ત્રિલોકેશ તિરાહા
  4.  મીની બાયપાસ તિરાહા –  ધર્મનાથ તિરાહા
  5.  ઇજ્જતનગર સ્ટેશન તિરાહા –  રત્નાથ તિરાહા
  6.  ચૌપુલા ચૌરાહા –  તપેશ્વર ચૌરાહા 
  7. સુરેશ શર્મા નગર સ્ક્વેર પીલીભીત રોડ –  કાર્તિકેય સ્ક્વેર ચૌરાહા
  8. બિસલપુર  ચૌરાહા પીલીભીત રોડ  – ગણેશ ચૌરાહા 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code