1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા ગુજરાતના 80 માછીમારો માદરે વતન પહોંચતા સ્વજનો ભેટી પડ્યાં
પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા ગુજરાતના 80 માછીમારો માદરે વતન પહોંચતા સ્વજનો ભેટી પડ્યાં

પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા ગુજરાતના 80 માછીમારો માદરે વતન પહોંચતા સ્વજનો ભેટી પડ્યાં

0
Social Share

અમદાવાદઃ ભારતીય માછીમારો માછલાં પકડવા માટે ઘણીવાર પાકિસ્તાનની જળ સીમામાં ભૂલથી પ્રવેશ કરતા હોય છે, ત્યારે પાકિસ્તાન દ્વારા તેમને પકડીને જેલમાં મોકલી દેવામાં આવે છે.ત્યારે કેન્દ્ર સરકારના પ્રયત્નોથી વાટાઘાટો બાદ પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને દિવાળી પર્વ પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હતા.મત્સ્ય વિભાગના મદદનીશ નિયામક  જીગ્નેશકુમાર, ડો.ધ્રુવ દવે,  કૌશિક દવે,પરવેઝ ઝીલાની, ઓનરાઝા મકરાની સહિતના અધિકારીઓએ તેમનો  કબજો મેળવ્યો હતો.આ તમામ માછીમારોને વર્ષ 2020માં પકડવામાં આવ્યા હતા. હજી 200 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે મુક્ત કરાયેલા માછીમારો પોતાના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરી શકશે.માછીમારોના ચહેરા પર પોતાના વતનમાં આવવાની ખુશી જોવા મળી હતી. પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા માછીમારો પોતાના માદરે વનત પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનો પોતાના સ્વજનને ભેટી પડ્યા હતા.

કેન્દ્ર સરકારના પ્રયત્નોથી વાટાઘાટો બાદ પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને દિવાળી પર્વ પહેલા જ મુક્ત કરાતા રાજ્યના મત્સ્ય વિભાગના અધિકારીઓએ દસમી નવેમ્બરે રાત્રે વાઘા બોર્ડર ખાતેથી તમામ માછીમારોનો કબજો મેળવ્યો હતો.તેમને ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા હતા.અને ત્યાંથી ખાસ બસ દ્વારા તેમના માદરે વતન લઈ જવાયા હતા. પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલ માછીમારોમાં ગીર સોમનાથના 59, દેવભૂમિ દ્વારકાના 15, જામનગરના 2, અને અમરેલીના એક મળી ગુજરાતના 77 અને દિવના 3 મળી કુલ 80 માછીમારોનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા 80 માછીમારોનો વાઘ બોર્ડેર ખાતેથી  ગુજરાત મત્સ્યઉદ્યોગ વિભાગના અધિકારીઓએ કબજો મેળવીને ડીલક્સ ટ્રેન દ્વારા રવિવારે સવારે વડોદરા આવી પહોંચ્યા હતા.તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બે એસી બસ દ્વારા વેરાવળ ખાતે લઈ જવામાં આવ્યા હતા. હવે આ માછીમારો પોતાના પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરી શકશે. માછીમારો પોતાના ઘેર પહોંચતા જ પરિવારજનો તેમને ભેટી પડ્યા હતા.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code