1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 88 વર્ષ જુની એર ઈન્ડિયા હવે તાતા ગૃપના હાથમાં આવશે – ખરીદી માટે તાતા ગૃપ લગાવશે બોલી  
88 વર્ષ જુની એર ઈન્ડિયા હવે તાતા ગૃપના હાથમાં આવશે – ખરીદી માટે તાતા ગૃપ લગાવશે બોલી  

88 વર્ષ જુની એર ઈન્ડિયા હવે તાતા ગૃપના હાથમાં આવશે – ખરીદી માટે તાતા ગૃપ લગાવશે બોલી  

0
Social Share
  • 88 વર્ષ જુની એર ઈન્ડિયાનું થશે વેચાણ
  • એર ઈન્ડિયા તાતા ગૃપના હાથમાં આવશે
  •  ખરીદી માટે તાતા ગૃપ લગાવશે બોલી  
  • 1932 માં તાતા એરલાઇન્સના નામથી એર ઇન્ડિયાની શરૂઆત થઈ હતી

દિલ્હીઃ-દેશનું સૌથી મોટૂં ટાટા ગ્રૂપ આજે મુશ્કેલીમાં મુકાઈ ગયેલી એર ઇન્ડિયા માટે આજે ‘એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ’ દાખલ કરી શકે છે, અર્થાત ટાટા ગૃપ એર ઇન્ડિયાની ખરીદવાની બોલી લગાવી શકે છે. એર ઇન્ડિયા માટે તાતા જૂથ એર એશિયાનો ઉપયોગ વાહન તરીકે કરશે જ્યાં તાતા સન્સનો મોટો હિસ્સો છે.

ઉલ્લખનીય છે કે,એર ઇન્ડિયા ઘણા સમયથી દેવામાં ડૂબી છે, એર ઈન્ડિયા પર અંદાજે 90 હજાર કરોડ રુપિયાનું દેવું છે,ત્યારે હવે  તાતા સમૂહ આજે પોતાની બોલી સરકાર સમક્ષ રજૂ કરશે. આ કંપનીને ખરીદવા માટેની બોલી લગાવવાનો આજે છેલ્લો દિવસ છે.

ઉલ્લખેનીય છે કે, વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ એર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરીને તાતા ગ્રુપ પાસેથી આ કંપની લીધી હતી. તાતા ઉપરાંત હિન્દુજા અને અડાણી ગ્રુપે પણ એર ઇન્ડિયાની ખરીદીમના રસ દાખવ્યો હતો

કેન્દ્ર સરકારે આ વર્ષના જાન્યુઆરીમાં એર ઇન્ડિયા વેચવાની વાત કરી હતી, આ પહેલા વર્ષ 2018માં પણ કેન્દ્ર સરકારે એર ઇન્ડિયા વેચવાની જાહેરાત કરી હતી. પરંતુ એર ઇન્ડિયા પર ઘણું બધુ દેવું હતું જેના કારણે કોઈ ખરીદવા તૈયાર થતું નહોતું ત્યારે હવે તેની ખરીદી માટે તાતા ગૃપ આગળ આવ્યું છે.

ઉડ્ડયન મંત્રી હરદિપ સિંહએ વિતેલા વર્ષ દરમિયાન જણાવ્યું હતુ કે, જો એર ઈન્ડિયાનું ખાનગીકરણ નહી કરવામાં આવે તો તેને બંધ કરવાનો વારો આવી શકે છે, તેમણે વિતેલા દિવસ રવિવારના રોજ કહ્યું કે, અર ઈન્ડિયાનું ડિવેસ્ટમેન્ટ એક ખાનગી પ્રક્રિયા છે, તેને સંબંઘિત વિભઆગ સાચા સમયે તેની માહિતી આપશે,

હાલમાં તાતા સન્સ સિંગાપોર એરલાઇન્સના સહયોગથી વિસ્તારા એરલાઇન્સનું સંચાલન કરી રહ્યું છે. જૂથે નક્કી કર્યું છે કે તે બજેટ વાહક એર એશિયા ઇન્ડિયા દ્વારા એર ઇન્ડિયાના માર્ગો પર સંચાલન કરશે. તે જ સમયે, સિંગાપોર એરલાઇન્સ પહેલાથી જ ખોટમાં કમાણી કરતી એર ઈન્ડિયાના ખાનગીકરણ કાર્યક્રમમાં ભાગ લેવા રસ દાખવતી નથી.

માનવામાં આવી રહ્યું  છે કે તાતા જૂથ આ બોલી સરળતાથી જીતી જશે. ઉલ્લેખનીય છે કે તાતા જૂથે ઓક્ટોબર 1932 માં તાતા એરલાઇન્સના નામથી એર ઇન્ડિયાની શરૂઆત કરી હતી. ભારત સરકારે 1953 માં એર ઇન્ડિયાને તેના અધિકારક્ષેત્રમાં લઈ લીધી

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code