
પાલનપુર માર્કેટ યાર્ડમાં શનિવારે ઉનાળુ મગફળીની 9656 બોરીની આવક થઈ
પાલનપુરઃ બનાસકાંઠામાં કેનાલોને લીધે સિંચાઈનો લાભ મળતા હવે ખેડુતો ઉનાળું પાકમાં પણ સારૂ એવું ઉત્પાદ મેળવી રહ્યા છે. આ વખતે ખેડુતોએ ઉનાળું મગફળીનું સારૂએવું વાવેતર કર્યુ હતું. અને પાક તૈયાર થતાં બનાસકાંઠાના પાલનપુર, ડીસા સહિત તમામ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે. પાલનપુર માર્કેટ યાર્ડમાં શનિવારે 9656 બોરીની મગફળીની આવક થઈ હતી. જેમાં ખેડુતોને પ્રતિ 20 કિલોના 1300થી 1438 રૂપિયા હરાજીમાં ભાવ ઉપજ્યા હતા.
પાલનપુર માર્કેટ યાર્ડમાં મગફળીની નવી આવક શરૂ થઇ ગઇ છે. ગઈ તા. 20 મે નાં રોજ 20 બોરીની આવક હતી ત્યારે ભાવ 1300 થી 1400 હતા. ત્યારબાદ ક્રમશઃ આવક થઈ રહી હતી. જ્યારે 8 જૂનનાં રોજ સાડા નવ હજાર બોરીની આવક હતી ત્યારે પણ ભાવ 1300 થી 1438 રહ્યા હતા. બનાસકાંઠાના ખેડૂતો રોકડીયા પાક એવા મગફળીની ખેતી કરી સારી આવક મેળવતા થયા છે. ઉનાળામાં જે મગફળીનું વાવેતર થયું હતું તે હવે માર્કેટયાર્ડમાં આવક શરૂ થઇ ગઇ છે. મગફળીની આવક વધી રહી છે. અગાઉ ગઈ તા. 20 મેના રોજ પ્રથમ દિવસે પાલનપુર માર્કેટયાર્ડમાં 20 બોરી મગફળીની આવક હતી. જેના 20 કિલોના ભાવ 1300 થી 1400 હતા. જ્યારે શનિવારે 9656 બોરી મગફળીની આવક હતી. જેના ભાવ 1300 થી 1438 હતા. આ અંગે માર્કેટયાર્ડના સેક્રેટરી દિનેશભાઈએ જણાવ્યું હતું કે, ‘મગફળીના ભાવ ગત સાલ જેટલા છે અને અમુક મગફળીના તેની જાત પ્રમાણે ભાવો હોય છે. જેમાં મગફળી-24ના 1300-1438 ભાવ છે. તેમજ મગફળી-37 નો ભાવ 1111-1337 છે. જે સીંગતેલ માટે વપરાય છે