
ગુજરાતમાંથી કોણ કેન્દ્રિય પ્રધાન બનશે, અટકળોનો દૌર શરૂ થયો, કેટલાક MPને ફોન આવ્યાની ચર્ચા
ગાંધીનગરઃ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આજે રવિવારે સાંજે એનડીએની સરકાર સત્તા સંભાળશે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાથે પ્રધાન મંડળનો શપથ સમારોહ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે. મોદીના નવા પ્રધાન મંડળમાં ગુજરાતમાંથી કોને સ્થાન અપાશે તેની છેલ્લા બે દિવસથી અટકળો ચાલી રહી છે. અમિત શાહ, નડ્ડા, મનસુખ માંડવિયાના નામ નિશ્વિત માનવામાં આવે છે. જ્યારે સીઆર પાટિલ, સહિત બીજા બે-ત્રણ નામોની પણ લોકોમાં ચાર્ચા ચાલી રહી છે.
વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત શપથગ્રહણ કરવા જઈ રહ્યા છે, આજે રવિવારે સાંજે સવા સાત વાગ્યે દેશ-વિદેશના મહેમાનોની હાજરીમાં શપથવિધિ સમારોહ યોજાશે., નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદના શપથ પહેલા આજે સવારે દેશની વિરલ વિભૂતીઓને વંદન કર્યા હતા. સૌથી પહેલા નરેન્દ્ર મોદી રાજઘાટ પર પહોંચ્યા હતા જ્યાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ સદૈવ અટલ પર પહોંચી પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને નમન કર્યા હતા. રાજઘાટ અને સદૈવ અટલ સમાધી સ્થળ બાદ નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે દેશના શહીદવીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. અમર જવાન જ્યોત પર દેશ માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનારા વીરોને વંદન કર્યા હતા. વોર મેમોરિયલની મુલાકાત દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ સાથે રહ્યા હતા.
નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાન મંડળનો આડે રવિવારે સાંજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ત્યારે મોદી કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાંથી પણ કોને મંત્રી મંડળમાં સ્થાન મળશે તેની અટકળો શરૂ થઈ હતી. ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ પણ સાંસદોને ફોન કરીને પૂછતા હતા કે, તમારે ફોન આવ્યો કે કેમ?, જોકે કોને મંત્રી બનાવાશે તે બપોર સુધી જાણવા મળ્યું નહતું, મોદી સરકારની ગત ટર્મમા ગુજરાતના અનેક નેતાઓને મંત્રીપદ મળ્યુ હતું. પરંતુ આ વખતે એનડીએની સરકારમાં ગુજરાતના નેતાઓના પત્તા કટ થઈ શકે છે. ત્યારે હાલ ગુજરાતના જે નેતાઓના નામ ચર્ચાઈ રહ્યા છે.