1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેન્દ્ર સરકાર શહીદોનું કરશે સન્માન, 2 મિનિટનું રાખવામાં આવશે મૌન
કેન્દ્ર સરકાર શહીદોનું કરશે સન્માન, 2 મિનિટનું રાખવામાં આવશે મૌન

કેન્દ્ર સરકાર શહીદોનું કરશે સન્માન, 2 મિનિટનું રાખવામાં આવશે મૌન

0
Social Share
  • શહીદ દિવસ માટે કેન્દ્ર સરકારનો નવો આદેશ
  • 2 મિનિટનું રાખવામાં આવશે મૌન
  • કામકાજ-અવરજવર પર પ્રતિબંધ

મહાત્મા ગાંધીના નિધન વાળી તારીખ એટલે કે 30 જાન્યુઆરીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. આ દિવસને દર વખતની જેમ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચનાઓ જારી કરવામાં આવી છે. જેમાં દેશની આઝાદીમાં બલિદાન આપનારાઓની યાદમાં બે મિનિટ મૌન રાખવા કહ્યું છે. ઉપરાંત આ દરમિયાન કામકાજ અને અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

શહીદ દિવસ માટેનો જે આદેશ ગૃહ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલ છે, તેમાં કહેવામાં આવ્યું છે કે, દર વર્ષે 30 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે બે મિનિટ મૌન રાખવામાં આવશે. આ સાથે તે બે મિનિટ સુધી સમગ્ર દેશમાં કોઈ કામકાજ અથવા અવરજવર થશે નહીં. આગળ લખવામાં આવ્યું છે કે, જે જગ્યા પર સાયરનની વ્યવસ્થા છે, ત્યાં મૌન યાદ અપાવવા માટે સાયરન વગાડવામાં આવશે. કેટલાક સ્થળોએ, સૈન્યની બંદૂકથી ફાયરિંગ કરીને પણ કહેવામાં આવશે. આ ચેતવણી 10.59 ના રોજ કરવામાં આવશે. આ પછી દરેકને 2 મિનિટ સુધી મૌન રહેવું પડશે.

જે જગ્યાઓ પર સિંગલ નહીં હોય ત્યાં સુવિધા પ્રમાણે, કોઈ પણ રીતે સંદેશ મોકલાવવા આવશે. એવું કહેવામાં આવે છે કે, પ્રથમ મૌન દરમિયાન કેટલીક ઓફિસોમાં કામ ચાલતું હતું. હાલમાં તેનો કડક અમલ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

30 જાન્યુઆરી 1948 ના રોજ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 30 જાન્યુઆરી 1948 ની સાંજે જ્યારે તેઓ સંધ્યાકાલીન પ્રાર્થના માટે જઇ રહ્યા હતા,ત્યારે નથુરામ ગોડસેએ તેમના પર ત્રણ ગોળી ચલાવી હતી.

-દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code