
જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા: 3.5 તીવ્રતા નોંધાઈ
- જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા
- રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ
- લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા
જમ્મુ-કાશ્મીરમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ છે. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ,આજે સવારે 4:56 વાગ્યે ભૂકંપના આંચકાથી ધરતી હચમચી ઉઠી હતી. હજી સુધી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.પરંતુ ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ પહેલા બુધવારે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં 4.5 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના અધિકારીએ આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,ક્યાંયથી પણ કોઈ નુકસાનની જાણ થઈ નથી.ભૂકંપની સંભાવના કદાચ ઓછી હશે. તે જ સમયે હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઝટકો સાંજે 7.59 વાગ્યે આવ્યો હતો. ભૂકંપના કેન્દ્રબિંદુથી 10 કિલોમીટર નીચે હતું.
નોંધપાત્ર વાત એ છે કે,ગત સોમવારે મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી.હિંગોલીના કલેક્ટર રૂચેશ જયવંશીએ જણાવ્યું હતું કે,આંચકો મોડી રાત્રે 12.41 વાગ્યે અનુભવાયો હતો. તેનું કેન્દ્ર અહીંથી 230 કિ.મી. દૂર વસમત તાલુકાના પાંગરા શિંદે ગામે હતું.
-દેવાંશી