1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉતરપ્રદેશ: પેપરલેસ બજેટ માટે ધારાસભ્યોની તાલીમ શરૂ, મુખ્યમંત્રી યોગીની પણ મહત્વપૂર્ણ બેઠક
ઉતરપ્રદેશ: પેપરલેસ બજેટ માટે ધારાસભ્યોની તાલીમ શરૂ, મુખ્યમંત્રી યોગીની પણ મહત્વપૂર્ણ બેઠક

ઉતરપ્રદેશ: પેપરલેસ બજેટ માટે ધારાસભ્યોની તાલીમ શરૂ, મુખ્યમંત્રી યોગીની પણ મહત્વપૂર્ણ બેઠક

0
Social Share
  • યુપીમાં પેપરલેસ બજેટ માટે શરૂ થશે ધારાસભ્યોની તાલીમ
  • ફ્રન્ટલાઇન કામદારોનું રસીકરણ પણ શરૂ
  • મુખ્યમંત્રી યોગીની પણ મહત્વપૂર્ણ બેઠક

કાનપુર: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના મુજબ 18 ફેબ્રુઆરી 2021 થી શરૂ થનાર વિધાનસભાની કાર્યવાહી પેપરલેસ હશે. આ માટે, તમામ ધારાસભ્યોએ એપલ આઇપેડ લઇ લીધા છે. આજથી 14 ફેબ્રુઆરી સુધીમાં બે પાળી વચ્ચે ધારાસભ્યોને તાલીમ અપાશે,ધારાસભ્યોના 6 જૂથોની રચના ત્રણ-ત્રણ કલાક માટે કરવામાં આવી છે.

આ વખતે પેપરલેસ બજેટ યુપી સરકાર રજૂ કરશે. આ માટે સરકારે એક એપ પણ તૈયાર કરી છે.આ વખતે બજેટની નકલો છપાશે નહીં. બધા ધારાસભ્યો તેમના આઇપેડ દ્વારા સત્રની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે અને બજેટ જોઈ શકશે.

20 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારી નીતિ આયોગની બેઠકની તૈયારીઓને લઈને સીએમ યોગી આદિત્યનાથ અધિકારીઓની સાથે બેઠક કરશે.મુખ્યમંત્રી આવાસ પર આ બેઠક બપોરે 12.30 વાગ્યે શરૂ થશે,જેમાં મુખ્ય સચિવ આર.કે. તિવારી ઉપરાંત વિવિધ વિભાગોના મુખ્ય સચિવ અને નીતિ આયોગના ગવર્નિંગ કાઉન્સિલરના સભ્યો સામેલ હશે.

ઉત્તરપ્રદેશમાં આજથી ફ્રન્ટલાઇન કામદારોનું રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. રાજ્યભરમાં 2 લાખ ફ્રન્ટલાઇન કામદારોનું રસીકરણને લક્ષ્યાંક બનાવવામાં આવ્યું છે. રાજધાની લખનઉમાં 98 બૂથ ઉપર 12 હજારથી વધુ કામદારોને રસી આપવામાં આવશે.આ માટે 28 હોસ્પિટલોની પસંદગી કરવામાં આવી છે. દરેક બૂથ પર 100 થી 125 ફ્રન્ટલાઇન કામદારોને રસી આપવામાં આવશે.

-દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code