1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચમોલીમાં ફરી જળપ્રલયનો ભય – ઋષિ ગંગામાં બન્યું એક વધુ તળાવ, વહીવટતંત્રએ તપાસના આદેશ આપ્યા
ચમોલીમાં ફરી જળપ્રલયનો ભય – ઋષિ ગંગામાં બન્યું એક વધુ તળાવ, વહીવટતંત્રએ તપાસના આદેશ આપ્યા

ચમોલીમાં ફરી જળપ્રલયનો ભય – ઋષિ ગંગામાં બન્યું એક વધુ તળાવ, વહીવટતંત્રએ તપાસના આદેશ આપ્યા

0
Social Share
  • ચમોલીમાં બન્યું વધુ એક તળાવ
  • તંત્રએ તપાસના આદેશ આપ્યા
  • ભૂસ્તરશાસ્ત્રી ડો.નરેશ રાણાએ દાવો કર્યો

દિલ્હીઃ-ઉત્તરાખંડના ગઢવાલ કેન્દ્રીય વિદ્યાલયના ભૂસ્તરશાસ્ત્રી ડો.નરેશ રાણાએ દાવો કર્યો છે કે આપત્તિગ્રસ્ત ચમોલી જિલ્લામાં ઋષિ ગંગાની અંદર વધુ એક તળાવ બન્યું છે. ડો.રાણાએ જદ્યા આ તળાવ  બની રહ્યું થે તે અંગે ત્યાં જઇને માહિતી એકઠી કરી છે.

તેમણે આ બાબતનો રિપોર્ટ યુનિવર્સિટી પ્રશાસનને સોપ્યો  છે. ડો.રાણાએ જણાવ્યું હતું કે કાટમાળથી બનેલા તળાવને કારણે ઋષિ ગંગા અવરોધિત થઈ છે. જેના કારણે, ભવિષ્યમાં, ઋષિ ગંગામાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, આ બાબતનો વીડિયો પણ તેમણે જારી કર્યો છે.

સરકારે આ વીડિયોને લઈને ટીએચડીસી, એનટીપીસી અને આઈઆઈઆરએસને તપાસ કરવા અંગેના આદેશ આપ્યા છે. આ પહેલા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી હરીશ રાવતે પણ બે દિવસ પહેલા આ શંકા વ્યક્ત કરી હતી. રાનીએ રૈની ગામના લોકોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ગામના લોકો તળાવને લઇને ભયભીત થયા છે. તેઓનું કહેવું છે કે જો તળાવ તૂટશે તો વિનાશ સર્જાશે. ત્યારે હવે આ બનેલા તળાવ મામલે વહીવટ તંત્રએ તપાસના ઓર્ડર આપ્યા છે.

સાહિન-

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code