1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશના18 રાજ્યોના 50 સ્ફૂર્તી ક્લસ્ટરોનું કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીના હસ્તે ઉદ્ધાટન કરાયું
દેશના18 રાજ્યોના 50 સ્ફૂર્તી ક્લસ્ટરોનું કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીના હસ્તે ઉદ્ધાટન કરાયું

દેશના18 રાજ્યોના 50 સ્ફૂર્તી ક્લસ્ટરોનું કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીના હસ્તે ઉદ્ધાટન કરાયું

0
Social Share
  • કેન્દ્રીયમંત્રીએ 50 સ્ફૂર્તીક્લસ્ટરોનું ઉદ્ધાટન કર્યું
  • 18 રાજ્યોમાં કુલ 5 સ્ફૂર્તી ક્લસ્ટરો

દિલ્હી –  કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ 18 રાજ્યો ના 50 સ્ફૂર્તી ક્લસ્ટરોનું ઉદઘાટન કર્યું છે.માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોએ આ 50 ક્લસ્ટરોના વિકાસ માટે કુલ 85 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. મંત્રી દ્રારા ઉદ્ઘાટન કરવામાં આવેલા કુલ 50 ક્લસ્ટરોમાં ખાદી,વેલવેટ (મલમલ), હસ્તકલા, હેન્ડલૂમ, ચામડા, માટીનુંકામ, કાર્પેટ વણાટ, વાંસની બનાવટો, કૃષિ પ્રક્રિયાના પરંપરાગત વિભાગોનો સમાવેશ થાય છે.

અનેક ગ્રાહકો આજકાલ ગ્રામીણ ઉત્પાદનની ઈચ્છા ધરાવે છે, લોકો આ તરફ વળી રહ્યા છે ત્યારે ગ્રાહક કેવા પ્રકારનું ઉત્પાદન માંગે છે તેનું સંશોધન ખાસ જરુરી બને છે,તેમણે આ યોજનાને વેગ આપવા માટે જણાવ્યું છે કે, આ ઉત્પાદનોના ઘરેલું અને વિદેશમાં અસરકારક વેચાણ માટે એમેઝોન, અલીબાબા જેવા વેબ પોર્ટલ્સની જરૂર છે.

આ સમગ્ર યોજના  હેઠળ સામાન્ય સુવિધા કેન્દ્ર, નવા ઉપકરણોની ખરીદી, કાચા માલની બેંક, આકર્ષક શીટ્સ, કુશળતા અને તાલીમ દ્વારા ક્ષમતા નિર્માણને સહાય પૂરી પાડૃવામાં આવે છે.મંત્રીના જણાવ્યા પ્રમાણે જાહેર કરાયેલા 371 ક્લસ્ટરોમાંથી માત્ર 82 સક્રિય થયા છે .

આ તમામ ઉદ્યોગના વિકાસ માટેના ભંડોળની માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ યોજના સ્ફૂર્તિ, પરંપરાગત ઉદ્યોગો અને કારીગરોને ક્લસ્ટરમાં લાવવાથી લઈને અને તેમને સ્પર્ધાત્મક રીતે તૈયાર કરવા તથા આ તમામ લોકોને આ ક્ષેત્રમાં આવકમાં વધારો કરવાની યોજના બનાવાઈ છે

હાલમાં આ મંત્રાલય તરફથી 371 ક્લસ્ટરોને 888 કરોડ રૂપિયાની આર્થિક  મદદ કરવામાં આવી છે,જેમાં હાલ 2.18 લાખ કારીગરોને આ બાબતે  સહાય મળી છે. જેનો ખાસ હતું નજીકના ભવિષ્યમાં દેશના વધુને વધુ  જિલ્લાઓમાં એક ક્લસ્ટર લાવવાનો છે

સાહીન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code