- હાલ ચીનની કંપનીઓ નહી કરે ભારતમાં રોકાણ
- સરકારની આ બાબતે કોઈ વિચારણા નથી
દિલ્હી – ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા છેલ્લા ઘણા સમયના તણાવ વચ્ચે આવ્યા હતા કેએક ખાસ સમાચાર સામે આવી રહ્યા હતા જે પ્રમાણે ભારત ચીની કંપનીઓ માટે રોકાણને મંજૂરી આપી રહ્યું છે. પરંતુ વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યું હતું કે ભારત હાલ ચીન કંપનીઓ સાથે કોઈપણ રોકાણને મંજૂરી આપવા અંગે કોઈ વિચારણા કરી રહ્યું નથી.
અધિકારીઓએ કહ્યું કે સરકારે કોઈપણ પ્રકારના ચીનના રોકાણને મંજૂરી આપી નથી. સોમવારના રોજ એક વિદેશી મીડિયાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ભારત ચીન સંબંધિત લગભગ 45 જેટલા રોકાણ દરખાસ્તોની મંજૂરી પર વિચાર કરી રહ્યું છે.જો કે અધિકારીઓએ આ બાબતને સાફપણે નકારી છે.
એક અધિકારીએ કહ્યું કે ભારત સરકારે ત્રણ વિદેશી રોકાણોની દરખાસ્તોને મંજૂરી આપી છે જે હોંગકોંગથી સંબંધિત છે. તેમાંથી બે જાપાનની કંપનીઓનું રોકાણ છે અને ત્રીજું એનઆરઆઈ ગ્રુપ સાથે જોડાયેલ રોકાણ છે.
આ સાથે જ અધિકારીએ કહ્યું કે ભારત માને છે કે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે સરહદ પર શાંતિ મહત્વપૂર્ણ છે. હાલમાં, બંને સૈન્યએ તેમના સ્તરે સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવા પ્રારંભિક પગલા ઉઠાવ્યા છે.
આ વખતે હવે દેશની સરકાર ચીનના પગલાઓને લઇને કોઈ ઉતાવળ કરશે નહીં, સરકારની વાસ્તવિક નિયંત્રણ લાઇન પર ચીનના આવનારા દિવસોમાં શું પગલા હશે તેના પર નજર છે. તે જ સમયે, ભારતે ચીન પર જે પ્રતિબંધો લગાવ્યા છે તે દૂર કરવાની પણ બિલકુલ ઉતાવળ કરશે નહીં.
સરકારે મંજૂર કરેલા ત્રણ વિદેશી રોકાણો હોંગકોંગ સ્થિત કંપનીઓના છે. એફડીઆઇ અંતર્ગત જે પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે તે ગોહ પરિવાર સાથે સંકળાયેલા છે જે સિંગાપોર, નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત હોંગકોંગના નાગરિકો છે. સિટિઝન વાર્ચેઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડને પણ જાપાની કંપની તરીકે મંજૂરી આપવામાં આવી છે.
સાહિન-


