1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહ્યા છે – જાણો તેના વિશે જાણી-અજાણી વાતો
બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહ્યા છે – જાણો તેના વિશે જાણી-અજાણી વાતો

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહ્યા છે – જાણો તેના વિશે જાણી-અજાણી વાતો

0
Social Share
  • ટાઇગર પોતાનો 31 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે
  • ટાઇગર શ્રોફનું વાસ્તવિક નામ જય હેમંત શ્રોફ છે
  • ફિલ્મ હીરોપંતીથી પોતાની કરિયરની કરી શરૂઆત

મુંબઈ: બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ 2 માર્ચે એટલે કે આજે પોતાનો 31 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ટાઇગરનો જન્મ 2 માર્ચ 1990 ના રોજ થયો હતો. અભિનેતાના પિતા જેકી શ્રોફ બોલીવુડમાં જાણીતા અને મશહૂર કલાકારોમાંથી એક છે. તેની સાથે જોડાયેલી વિશેષ બાબતો, બાગી 3 ના અભિનેતાનું સાચું નામ ટાઇગર નથી. તેનું નામ જય હેમંત શ્રોફ છે,પરંતુ તેમના પિતા જેકી શ્રોફ બાળપણથી જ તેમને ટાઇગરના નામેથી બોલાવતા હતા. એવામાં જ્યારે તે ફિલ્મોમાં આવ્યો ત્યારે તેણે પોતાનું નામ બદલીને ટાઇગર રાખી લીધું.

ટાઇગર શ્રોફે 2014 માં સાજીદ નડિયાદવાલાની ફિલ્મ હીરોપંતીથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ટાઇગર ડાન્સના શોખીન અને ફિટનેસ ફ્રિક પણ છે. આ ફિલ્મમાં ટાઇગરના ડાન્સે યુવાનોના દિલ જીતી લીધા હતા. જેના કારણે ટાઇગર તેની પહેલી જ ફિલ્મનો સ્ટાર બની ગયો. હીરોપંતી માટે સ્ટારે ગિલ્ડ,લાઇફ ઓકે સ્ક્રીન અને આઇફા એવોર્ડ જીત્યો.

ટાઇગર શ્રોફે તાઇકવાન્ડોમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે. નાનપણથી જ તેને ડાન્સનો શોખ હતો.માઇકલ જેક્સન અને રિતિક રોશન ટાઇગરના ડાન્સ આઇકોન છે,તેમના ડાન્સ મૂવ્સમાં તે સ્પષ્ટપણે દેખાય છે.

વર્ષ 2014 માં ટાઇગર શ્રોફે શ્રદ્ધા કપૂર સાથે બાગી ફિલ્મ કરી. તેની આ ફિલ્મ પણ હિટ સાબિત થઇ. ત્યારબાદ ટાઇગર શ્રોફએ ફ્લાઇંગ જેટ, બાગી 3,સ્ટુડન્ટ ઓફ ધ યર 2 અને વોરમાં નજરે પડ્યા. ટાઇગર શ્રોફની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ વોર છે. આ ફિલ્મમાં તે અભિનેતા રિતિક રોશનની સાથે નજરે પડ્યા હતા.

ટાઇગર શ્રોફ પણ તેની પર્સનલ લાઇફને કારણે ખૂબ ચર્ચામાં છે. ટાઇગર શ્રોફનું નામ લાંબા સમયથી અભિનેત્રી દિશા પટણી સાથે જોડાયેલું છે. આ બંને ઘણીવાર સાથે જોવા મળે છે. અહેવાલો છે કે, ટાઇગર શ્રોફ અને દિશા પટણી એક બીજાને ડેટ કરી રહ્યા છે.

-દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code