1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ‘મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2021’ નું પીએમ મોદી કરશે ઉદ્ધાટન- 50થી વધુ દેશના 1 લાખથી પણ વધુ લોકો ભાગ લેશે

‘મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2021’ નું પીએમ મોદી કરશે ઉદ્ધાટન- 50થી વધુ દેશના 1 લાખથી પણ વધુ લોકો ભાગ લેશે

0
Social Share
  • પીએમ મોદી કરશે મેરીટાઈમ ઈન્ડિયા સમિટનું ઉદ્ધાટન
  • 1 લાખથી વધુ લોકો ઓનલાઈન જોડાશે
  • 50 દેશના લોકો લેશે ભાગ

દિલ્હી – આજે મંગળવારના રોજ 11 કલાકે  સવારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેરીટાઇમ ઇન્ડિયા સમિટ 2021 નું ઉદઘાટન કરશે. કોરોનાને કારણે, આ કાર્યક્રમ વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા  આયોજીત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 50 થી વધુ દેશોના એક લાખથી વધુ સહભાગીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું  છે.

પીએમ મોદીએ વિતેલા દિવસને સોમવારે મોડી રાત્રે આ બાબતે ટ્વિટ  કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, મેરીટાઇમ ઇન્ડિયા સમિટનું ઉદ્ઘાટન આવતીકાલે 2જી માર્ચના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવશે. આ સમિટ સમુદ્રી ક્ષેત્રના તમામ સહભાગીઓને એકસાથે લાવશે અને ભારતની દરિયાઇ અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ સંમેલનનું આયોજન બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. 2જી તારીખથી લઈને 4  માર્ચ દરમિયાન ડિજિટલ માધ્યમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડેનમાર્ક આ ત્રણ દિવસીય સમિટ માટે ભાગીદાર દેશ છે.

કેન્દ્રીય બંદરોના સ્વતંત્ર પ્રભારી વહાણ અને જળમાર્ગ મંત્રી મનસુખ માંડવીયાનું આ અંગે કહવું છે કે, આ સમિટ ભારતને દરિયાઇ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. દેશના તમામ બંદરોને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. આ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે, મેરીટાઈમ વિઝન ઘડવામાં આવ્યો છે.આ સમિટમાં 50 દેશના 1 લાખ 17 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે,જેમાં કેટલાક દેશઓના રાદૂત પણ સામેલ થશે, સમગ્ર વિશ્વ ભારતના દરિયાઈ ક્ષેત્રમાં રોકામ કરવા માંગે છે

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code