1. Home
  2. ગુજરાતી
  3. ભારત-ઇંગ્લેન્ડ ટી-20 સિરીઝ, જાણો સંપૂર્ણ સિરીઝનું શેડ્યુલ
ભારત-ઇંગ્લેન્ડ ટી-20 સિરીઝ, જાણો સંપૂર્ણ સિરીઝનું શેડ્યુલ

ભારત-ઇંગ્લેન્ડ ટી-20 સિરીઝ, જાણો સંપૂર્ણ સિરીઝનું શેડ્યુલ

0
Social Share
  • ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી20 સિરીઝ રમાશે
  • બન્ને ટીમની વચ્ચે 12 માર્ચથી 5 મેચની ટી 20 સિરીઝ રમાશે
  • ટી 20 સિરીઝની તમામ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે

અમદાવાદ: ટેસ્ટ સીરિઝમાં ઇંગ્લેન્ડને ધૂળ ચટાડ્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ટી20 સીરિઝમાં પણ ઇંગ્લેન્ડને મ્હાત આપવાની તૈયારી કરી રહ્યું છે. બન્ને ટીમની વચ્ચે 12 માર્ચથી 5 મેચની ટી20 સિરીઝ રમાશે. ભારત જ્યાં પોતાની જીતનો ક્રમ આગળ વધારવા સાથે રમશે તો ઇંગ્લેન્ડની નજર ટેસ્ટ સીરિઝમાં મળેલ હારનો બદલો લેવાની હશે. ટી20 સીરિઝની તમામ મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે.

કોરોના મહામારી વચ્ચે પણ ટી 20 સિરીઝમાં દર્શકોને સ્ટેડિયમમાં જવાની મંજૂરી મળી છે. પ્રથમ ટી20માં મોટી સંખ્યામાં દર્શકો આવે તેવી શક્યતા છે. આ મેચની ટિકિટ ઓનલાઇન ખરીદી શકાય છે. ટિકિટની કિંમત 500 થી 10 હજાર રૂપિયાની વચ્ચે છે.

ટી20 સીરીઝનો કાર્યક્રમ

  • પ્રથમ ટી20- 12 માર્ચ, સાંજે 7 કલાકે
  • બીજી ટી20- 14 માર્ચ, સાંજે 7 કલાકે
  • ત્રીજી ટી20- 16 માર્ચ, સાંજે 7 કલાકે
  • ચોથી ટી20- 18 માર્ચ, સાંજે 7 કલાકે
  • પાંચમી ટી20- 20 માર્ચ, સાંજે 7 કલાકે

ભારતીય ક્રિકેટ ટીમ: વિરાટ કોહલી (સૂકાની), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, ઇશાન કિશન, યુજવેન્દ્ર ચહલ, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, રાહુલ તીવેટિયા, વોશિંગ્ટન સુંદર

જણાવીએ કે વરૂણ ચક્રવર્તી અને રાહુલ તીવેડિયા ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયા છે. એવામાં આ બન્ને ખેલાડી પ્રથમ મેચ માટે ઉપલબ્ધ નહીં હોય. જાણકારી અનુસાર લેગ સ્પિનર રાહુલ ચહર ટીમની સાથે જોડાશે.

ઇંગ્લેન્ડ ટીમઃ ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, ક્રિસ જોર્ડન, ટોમ કર્રન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિર રાશિદ, મરા્ક વુડ, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કર્રન, જેસન રોય, બેન સ્ટોક્સ અને રીસ ટોપ્લે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code