 
                                    ભાજપનો આજે સ્થાપના દિવસ,પીએમ મોદી સવારે 10:30 વાગ્યે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે
- આજે ભાજપનો સ્થાપના દિવસ
- પીએમ કાર્યકર્તાઓને કરશે સંબોધિત
- અધ્યક્ષ જેપી નડ્ડાનું પણ સંબોધન
દિલ્હી : ભાજપ 6 એપ્રિલે એટલે કે આજે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે..આ ખાસ પ્રસંગે પીએમ મોદી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ડિજિટલ માધ્યમથી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.6 એપ્રિલ 1980 ના રોજ ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઇ હતી.
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદી સવારે 10:30 વાગ્યે પાર્ટી કાર્યકર્તાઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાજપની સ્થાપનાના હેતુને પ્રકાશિત કરશે.
ભાજપે બૂથ લેવલ સુધી સ્થાપના દિવસ મનાવવાની તૈયારીઓ કરી છે.જેથી વડાપ્રધાનનું સંબોધન બૂથ સ્તરના કાર્યકર્તાઓ સંભાળી શકે. સ્થાપના દિન નિમિત્તે ભાજપ કાર્યકરો ઘરે ઘરે જઈને પાર્ટીની નીતિઓ અને સરકારના કાર્યો ગણાવશે.
સ્થાપના દિન નિમિત્તે પાર્ટીના તમામ અધિકારીઓ અને કાર્યકરો તેમના ઘરો પર પાર્ટીનો ધ્વજ લગાવશે. રાજ્યના મુખ્ય મથક ખાતે એલઈડી સ્ક્રીનના માધ્યમથી કાર્યકર્તા વડાપ્રધાનનો સંદેશ સાંભળશે.
દેવાંશી
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

