1. Home
  2. ગુજરાતી
  3. માસ્ક વગર સ્ટૂડિયોમાં પહોંચેલી કંગના રનૌતનો વીડિયો થયો વાયરલ – થઈ રહી છે ટ્રોલ
માસ્ક વગર સ્ટૂડિયોમાં પહોંચેલી કંગના રનૌતનો વીડિયો થયો વાયરલ – થઈ રહી છે ટ્રોલ

માસ્ક વગર સ્ટૂડિયોમાં પહોંચેલી કંગના રનૌતનો વીડિયો થયો વાયરલ – થઈ રહી છે ટ્રોલ

0
Social Share
  • અભિનેત્રી કંગના રનૌત માસ્ક વગર કેમેરામાં થઈ કેદ
  • વીડિયો ઝપપથી વાયરલ થઈ રહ્યો છે
  • યૂઝર્સ કંગનાને કરી રહ્યા છે ટ્રોલ
  • જ્ઞાન આપતી કંગના કરી બેસી મોટી ભૂલ

મુંબઈ – અભિનેત્રી કંગના રનૌત દરેક બાબતે ચર્ચાનો વિષય બનતી જોવા મળી રહે છે, ક્યારેક કોઈ દલીલમાં તો ક્યારેક કોઈના સપોર્ટમાં કંગના સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે,તેના હંમેશા સાચુ અને ઘારદાર બોલવાના કારણે તેની લોકપ્રિયતા ખૂબ વધી છે, પરંતુ આજકાલ કંગનાને તેના જ ચાહકો ટ્રોલ કરી રહ્યા છે.તેની એક ભૂલ તેના માટે ટ્રોલ થવાનુંકારણ બની છે.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં અભિનેત્રી કંગના કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે પણ માસ્ક વિના જોવા મળી રહી છે. કંગના ડબિંગ સ્ટુડિયો જઈ રહી છે અને તે માસ્ક વગર કારમાંથી ઉતરી કેમેરામાં કેદ થઈ છે. આ સાથે, માસ્ક તેના હાથમાં નહોતું જોવા મળ્યું, આ વીડિયો જોઈને કંગનાને લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

એક્ટ્રસ કંગનાનો માસ્ક વગરનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેની પર ઘણી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યૂઝર્સ એ લખ્યું, ‘તમારું માસ્ક ક્યા છે મેમ , તમે હંમેશાં બીજાને જ્ઞાન આપો છો.’ તો બીજા યુઝરે લખ્યું છે કે, ‘આ ઓવરસ્માર્ટનેસની એકમાત્ર દુકાન છે જેણે ક્યારેય માસ્ક પહેર્યું જ નથી.’ એક યુઝરે કહ્યું, ‘માસ્ક નહીં પહેરવા બદલ તેઓને દંડ થવો જોઈએ, શું તે સામાન્ય નાગરિકોથી અલગ છે?’

માસ્ક ન પહેરવા બદલ કંગના સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરી રહી છે. મુંબઈમાં કોરોનાના કેસ સંખ્યાબંધ વધી રહ્યા છએ જો આવી સ્થિતિમાં સ્ટાર્સ માસ્ક ન પહેરે તો સામાન્ય જનતાને તો તક મળે છે, તેમને ટ્રોલ કરવાની, ત્યારે આજ કાલ આ વીડિયોથી કંગના ખૂબ ટ્રોલ થઈ રહી છે. બીજુ એક કારણ એ પણ છે કે કંગના હંમેશા બીજાને જ્ઞાન આપતી જોવા મળે છે ત્યારે પોતેન નિયમનો અમવલ ન કરતા લોકો તેને ખરીખોટી સંભાળાવી રહ્યા છે.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code