
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી જાહેર થાય તે પહેલા ભાજપે લોક સંપર્ક શરૂ કરી દીધો
ગાંધીનગરઃ કોરોનાને કારણે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી મુલત્વી રાખવામાં આવી હતી.હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે શહેર ભાજપ દ્વારા વોર્ડ સંકલન બેઠકોનો ધમધમાટ શરૂ કરાયો છે. કોરોનાનો કહેર ઓછો થતાં ભાજપે ફરી ચૂંટણીલક્ષી ચર્ચાઓ અને કામગીરી માટે કમરકસી છે. જે અનુસંધાને જ વોર્ડ સંકલન બેઠકોમાં ચૂંટણીલક્ષી ચર્ચા વિચારણા કરી લેવાય છે. જેમાં કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે કેવો પ્રચાર કરવો તેના સુચનો લેવાની સાથે માર્ગદર્શન અપાઈ રહ્યું છે.
19 માર્ચે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત થઈ હતી. જે બાદ કોરોનાએ કહેર વર્તાવતા કેસો વધ્યા હતા, જેને પગલે 10 એપ્રિલે ચૂંટણી મોકુફની જાહેરાત કરાઈ હતી. ચૂંટણી મોકુફ રાખવા પાછળ કોરોનાની સાથે તે સમયે ભાજપની બેઠકો ઘટે તેવી સ્થિતિની શક્યતા હોવાનું કહેવાય છે.
ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની તા.19 માર્ચે ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાઙેરાત કરતા ઉમેદારોએ ફોર્મ ભરી દીધા હતા. ચૂંટણી પંચ દ્વારા પણ વોર્ડ વાઈઝ ઉમેદવારોને ક્રમ આપીને ફરીફ ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દેવાઈ હતી. હવે મતદાન અને પરિણામની બે જ સ્ટેજ બાકી રહ્યાં છે. જેને ઉમેદવારો સહિતની અત્યાર સુધીની પ્રક્રિયા યથાવત જ રહેશે. કોરોના વધતા કેસો વધતા ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી મોફુક રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે ઈલેક્શનની તારીખ જાહેર કરવા ચૂંટણી પંચ વેઈટ એન્ડ વોચમાં જ છે. જેમાં સરકાર તરફથી કોઈ દરખાસ્ત-રજૂઆત આવ્યા પછી જાહેરાત થાય તેમ છે. સ્થિતિ હળવી થતાં જૂનના એન્ડ કે જુલાઈની શરૂઆતમાં ચૂંટણીની જાહેરાત થઈ પણ શકે છે. પણ ભાજપે ચૂંટણી માટે લોક સંપર્ક શરૂ કરી દીધો છે.